નાનાભાઈનાં મોત અંગે પોલીસે સઘન પૂછપરછ કરતા છેવટે કંટાળીને મોટાભાઈએ કર્યો આપઘાત- કોણ છે જવાબદાર?

આપઘાતના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી ણ અન્ય એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શામળાજી નજીક આવેલ ગોઢકુલ્લામાં હેન્ડ ગ્રેનેડથી થયેલા બ્લાસ્ટમાં પિતા-પુત્રીનું મોત નીપજ્યું હતું. જે પ્રકરણમાં પોલીસે મૃતક યુવાનના નાનાભાઇને તપાસમાં લઇ ગયા પછી મૃતકના નાનાભાઇએ ગામ પાસે આવેલ ડુંગર પર ઝાડની સાથે ગળે ફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.

મોટાભાઇ બાદ નાનાભાઇનું પણ મોત થઈ જતાં સમગ્ર પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. મૃતક યુવકના નાનાભાઇના મોત મામલે પોલીસે સતત દબાણ કરતાં યુવકે ગામ પાસે ડુંગર પર ઝાડની સાથે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ મૃતકના પરિવારે કરતાં ચકચાર મચી જવા પામી છે.

બ્લાસ્ટ અંગે જિલ્લા પોલીસતંત્ર સહિત સેન્ટ્રલ આઈબીની ટીમ, અમદાવાદ ATS ની ટીમો તપાસમાં લાગી ગઈ છે. પોલીસને ટીમોએ મૃતક યુવકના પરિવારજનો, સગા-સબંધી સહિત આસપાસના વિસ્તારના લોકોની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

શામળાજીમાં આવેલ ગોઢકુલ્લામાં હેન્ડ ગ્રેનેડથી ગયા શનિવારે બ્લાસ્ટ થતાં પિતા તેમજ ફક્ત 2 વર્ષની દીકરી સ્વીટીનું મોત થયું હતું ત્યારે હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમાં મૃતક યુવકના નાનાભાઇ કાંતિભાઈ ફણેજાને પોલીસ તપાસમાં લઇ ગઇ હતી. ત્યારપછી કાંતિભાઇએ ગામ પાસેના ડુંગર પર ઝાડની સાથે ગળેફાંસો ખાઈ લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ઘટનાની જાણ થતાંની સાથે પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને કાર્યવાહી કરવામાં આવી છે. પરિવારજનોએ પોલીસ દ્વારા સતત દબાણ કરાતાં તેમજ માનસિક, શારિરીક ત્રાસ આપતાં મૃતકના નાનાભાઇએ આપઘાત કરી લીધો હતો હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે સત્ય હશે તે સામે આવશે:
આ અંગે DYSP વિશાલ રબારી જણાવે છે કે, આ મામલો ગંભીર હોવાને લીધે પોલીસ તથા SOG ગંભીરતાથી તપાસ કરી રહી છે. તપાસ અધિકારીએ મૃતકના નાનાભાઈ કાંતિભાઇ ફણેજાને પૂછપરછ માટે તેની પાસે કોઈ સગવડ ન હોવાને લીધે ગાડીમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસે પરિવાર સાથે કોઈ ખરાબ વલણ રાખવામાં આવ્યું નથી. પરિવારનો આક્ષેપ હોય તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે સત્ય હશે તે સામે આવશે.

સાહેબ આવી લઈ ગયા, રાત્રે છોકરો રડતો આવ્યો:
મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, સાહેબ આવીને લઈ ગયા હતા તેમજ રાત્રે છોકરો રડતો રડતો આવ્યો હતો તથા માતાને કહેવા લાગ્યો હતો કે, મારાથી નથી વેઠાતું હું મરી જવાનો છું આમ કહેતા તેની માતાએ દીકરા તું શાંતિ રાખ તેવું સાંત્વન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *