જામનગરના ગ્રામ્ય વિસ્તારમાંથી મળ્યો અજીબ પ્રકારનો દુર્લભ ‘પટીત રેતીયો’ સાપ

હાલ જામનગરના રામપર નજીક આવેલા કારખાનામાં અતિ દુર્લભ એવો “પટીત રેતીયો સાપ” જોવા મળ્યો છે. આ સાપનું જામનગરના લાખોટા નેચર કલબના સભ્ય દ્વારા રેસ્ક્યુ કરી…

હાલ જામનગરના રામપર નજીક આવેલા કારખાનામાં અતિ દુર્લભ એવો “પટીત રેતીયો સાપ” જોવા મળ્યો છે. આ સાપનું જામનગરના લાખોટા નેચર કલબના સભ્ય દ્વારા રેસ્ક્યુ કરી કુદરતના ખોળે સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. જામનગરના રામપર ગામ નજીક આવેલ SSPL નામના દોરાના વિશાળ કારખાનામાં પીળા બદામી રંગના ઊભા પટ્ટા ધરાવતો ચળકતો સાપ જોવા મળતાં કારખાનામાં ઉપસ્થિત લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

મીલના ગોડાઉન મેનેજર દ્વારા આ અંગે તાત્કાલિક લાખોટા નેચર કલબ સંસ્થા દ્વારા આપવામાં આવેલ હેલ્પલાઇન લીસ્ટમાંથી નજીકમાં આવેલ નાની બાણુગરના સર્પ પ્રેમી મિલન કંટારિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અને તેમને બોલાવતા રેસ્ક્યુ કરી દુર્લભ આંશિક ઝેરી પટીત રેતીયા સાપને ત્યાંથી સુરક્ષિત સ્થળે લઈ જવા કાર્યવાહી હાથ ધરવામાં  આવી હતી.

આ દરમિયાન સાપ હોવાની જાણ થતાં રેસ્ક્યુર મિલન કંટારિયા તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયા હતાં. ત્યાં તેમને જામનગર જિલ્લામાં અતિ દુર્લભ જોવા મળતો આંશિક ઝેરી Indian Ribbon Snake / Leith’s Sand Snake “પટીત રેતીયો સાપ” મળી આવ્યો હતો.

ત્યારબાદ વન વિભાગના સહયોગ દ્વારા સફળતાપૂર્વક આ સાપને બચાવ કરી અને કુદરતના ખોળે મુક્ત કરવામાં આવ્યો હતો. આવા અલગ પ્રકારનો સાપ જોઈને ભયભીત થયેલા કારખાનાના કામદારોને મિલન કંટારિયાએ સાપ વિશે સાચી માહિતી આપી હતી અને મિલનભાઈએ તમામ લોકોનો ભય પણ દૂર કર્યો હતો.

આ ઉપરાંત કોઈપણ જગ્યાએ સાપ જોવા મળે તો લાખોટા નેચર કલબ મિલન કંટારિયાએ તેમનો મોબાઈલ નંબર 99796 66483 નો સંપર્ક કરવા પણ જણાવાયું હતું. છેલ્લાં કેટલાય સમયથી જામનગરની જાણીતી સંસ્થા લાખોટા નેચર કલબ દ્વારા ફ્રી સાપ બચાવની કામગીરી, ઘાયલ પક્ષીઓ બચાવવા અને તેની સારવાર, વૃક્ષારોપણ કરવું તેમજ પ્રકૃતિ સંરક્ષણ સહિતની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *