વિજ્ઞાન પણ ચકરાવે ચઢે તેવો ચમત્કાર, આ ભાઇ-બહેનને અડતાં જ ઝળહળી ઊઠે છે LED બલ્બ.

વિજ્ઞાન પણ ચકરાવે ચઢે એવી એક ઘટના જોવા મળી છે તેલંગાના ના આદિલાબાદ જિલ્લામાં. અહીંનાં ભાઇ-બહેને વિજ્ઞાન સામે પણ પડકાર ઊભો કરી દોધો છે. આ બંને એલઈડી બલ્બને અડે છે ત્યાં જ બલ્બ ચાલુ થી જાય છે..

આશ્ચર્યનું કેંદ્ર બન્યાં સમીર-સાનિયા

ઘટના આદિલાબાદ જિલ્લાના બેલા મંડલના સિરિસના ગામની છે. ગામનાણ સમીર અને સાનિયા ભાઇબહેનના શરીરને એલઈડી બલ્બ અડતાં જ ચાલું થઈ જાય છે. એકબાજુ ગામના લોકોને પૂરતી વિજળી મળવાનાં ફાંફાં છે ત્યાં આ બંને જણ બલ્બને અડે ત્યાં જ બલ્બ ચાલું થઈ જાય છે.

આસપાસના ગામોમાં આ વાત ફેલાતાં જ લોકો જોવા માટે ઉમટવા લાગ્યાં. બાળકોના પિતા ચાંદ પાશાએ જણાવ્યું કે, પહેલાં તો તેમને બાળકોની આ કળા વિશે ખબર નહોંતી, પરંતુ થોડા દિવસ પહેલાં જ તે ઘર માટે એલઈડી બલ્બ લાવ્યા હતા. સમીરે તેને હાથમાં લીધો તો કોઇપણ જાતના કનેક્શન વગર જ બલ્બ ચાલું થઈ ગયો.

ચમત્કારની આશંકાને સમર્થન

આ બાજુ વિજળી વિભાગના અધિકારીઓએ કોઇપણ જાતની ચમત્કારની આશંકાને સમર્થન આપ્યું  છે, આ જોકે તેનું કારણ પણ શોધી શક્યા નથી તેઓ. પાવર યૂટિલિટી સુપરિટેન્ડેટ જે ઉત્તમનું કહેવું છે કે, કોઇના શરીરને અડતાં જ બલ્બ ચાલું થાય એ અશક્ય છે. તેને ચાલુ કરવા માટે ન્યૂટ્રલ અને ફેસ હોવો જરૂરી છે. પરંતુ આ શું થઈ રહ્યું છે, તેના વિશે કઈં ખબર પડતી નથી.

આ બાજુ લોકો આ ચમત્કારને જોવા ઉમટી રહ્યાં છે. તેમના ઘરે તો વિજળી છે, પરંતુ જેમના ઘરે વિજળી કનેક્શન નથી ત્યાં આ બાળકોને ચમત્કાર કરવા મોકલવામાં આવી રહ્યાં છે. લોકો એલઈડી બલ્બ સિવાય બીજી બ્રાન્ડ અને પ્રકારના બલ્બ પણ તપાસી રહ્યા છે અને તે પણ ઝળહળી ઉઠે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *