હવે ગાયોનો પણ બનશે મૃત્યુ પ્રમાણપત્ર, જાણો કઈ રીતે બનાવવું…….

સામાન્ય રીતે જાનવરોના મૃત્યુ બાદ જાનવરોને દફનાવી દેવામાં આવે છે. પરંતુ હવે માણસોની જેમજ જાનવરોને પણ અગ્નિસંસ્કાર આપવામાં આવશે. અને જાનવરોને અગ્નિસંસ્કાર આપવા માટે તેનું…

સામાન્ય રીતે જાનવરોના મૃત્યુ બાદ જાનવરોને દફનાવી દેવામાં આવે છે. પરંતુ હવે માણસોની જેમજ જાનવરોને પણ અગ્નિસંસ્કાર આપવામાં આવશે. અને જાનવરોને અગ્નિસંસ્કાર આપવા માટે તેનું પણ મૃત્યુ પ્રમાણપત્ર બનાવવું પડશે.મૃત્યુ પ્રમાણપત્ર વગર હવે જાનવરોને પણ અગ્નિસંસ્કાર આપવામાં આવશે નહીં.

જો કે મુંબઈમાં મરવા વાળી ગાયો ને પહેલા શહેરમાંથી બહાર દફનાવવા માટે લઈ જવામાં આવતી હતી. જેના કારણે રસ્તામાં ગૌ તસ્કર સમજીને લોકો સાથે મારપીટ કરવામાં આવતી હતી.આવી ઘણી બધી મુશ્કેલીઓથી બચવા માટે લોકોએ એક નવો નિર્ણય લીધો છે. આ નિર્ણય બાદ હવે જાનવરો ના મૃત્યુ પછી તેનું પણ પ્રમાણપત્ર બનાવવામાં આવશે.

આ પ્રમાણપત્ર ના કારણે જાનવર ને લઈ જવા માટે લોકો ઉપર ગૌ તસ્કર સમજવામાં ન આવે. અને મૃત જાનવરોને લઈ જવામાં સરળ પડે. પશુ ચિકિત્સાલય દ્વારા જાનવરોના મૃત્યુ ઉપર જાનવરો નું પણ મૃત્યુ પ્રમાણપત્ર બનાવવું જોઈએ તેવું નક્કી કરવામાં આવ્યું છે. એક વ્યક્તિ દ્વારા જણાવવામાં આવે છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી ગાયને લઈને રાજનીતિ ખૂબ જ ગરમ જોવા મળી રહી છે.

એક ડૉક્ટર દ્વારા જણાવાયું છે કે, મૃત ગાયોને દફનાવવા માટે લઈ જતી વખતે ખૂબ જ તકલીફો સામે વિરોધ કરવો પડે છે. જેના કારણે આવો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.જોકે ગાયનો પોસ્ટમોર્ટમ કરવા માટે ડોક્ટર ગાયનો શરીરને કાપે છે. અને ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવે છે. લોકો દફનાવવા માટે લઈ જઈ રહ્યા હોય તે સમયે રસ્તામાં ગાડી ઉભી રાખીને પૂછપરછ કરવામાં આવે છે. અને આવા લોકોને ગૌ તસ્કરી કરી રહ્યા છે એવું માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *