Electrical Assistant Recruitment Scam in Surat: ગુજરાત રાજ્યના સુરત શહેરમાં તાજેતરમાં જ સુરત (Surat) ખાતે વિદ્યુત સહાયકની ભરતીમાં કૌભાંડની (Electrical Assistant Recruitment Scam) ઘટના પેકાશમાં આવી હતી. સુરત ક્રાઈમબ્રાન્ચે (Surat Crime Branch) આ સમ્રગ ભરતીકાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે શરૂઆતના તબક્કે બે આરોપીની ધરપકડ કરી હતી. જયારે પોલીસ દ્વારા આ બને આરોપીઓ સાથે પૂછપરછ કરવામાં આવી ત્યારે અનેક ખુલાસાઓ થયા હતા.
ત્યારે આજે આ ભરતી કૌભાંડમાં સંકળાયેલા વધુ ચાર આરોપીની ધરપકડ સુરત ક્રાઈમબ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. મેળલી માહિતી અનુસાર પોલીસે કુલ અગિયાર લોકો સામે પરીક્ષામાં ગેરિરીત (malpractice) કરાવવા બાબતે ફરિયાદ નોંધી હતી અને જેમાંથી આઠ આરોપીઓને પોલીસે પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
મળેલી માહિતી અનુસાર વિદ્યુત સહાયક ભરતી કૌભાંડ સાથે સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ સુરત ક્રાઈમબ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. જેમાં સલીમ નિઝામમુદ્દીન, નિકુંજ પરમાર, મનોજ મકવાણા અને નિશિકાંત સિન્હાનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી નિશકાંત સિન્હા ભાયલીમાં વડોદરા ઇન્સ્ટીટયૂટ એન્જિનિયરિંગ લેબનો ઇન્ચાર્જ હતો.
વર્ષ 2019માં CBIએ નિશકાંત સિન્હાની રાજસ્થાનની કોલેજમાં ગેરકાયદેસર એડમિશન આપવાના મામલે ધરપકડ કરી હતી. આરોપી સલીમ નિઝામમુદ્દીન થાપાએ ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને સરકારી ભરતીમાં પાસ કરાવીને ત્રણ કરોડ રૂપિયા પડાવી લીધા હતા. 4 ઉમેદવારોને પાસ કરાવીને નિકુંજ પરમારે 40 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે.
પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં સામે આવ્યુ છે કે, આ ટોળકીએ અત્યાર સુધી 300 ઉમેદવારોને પાસ કરાવી 30 કરોડથી વધુ રૂપિયા ખંખેરી લીધા હતા અને 300 લોકો ગેરરિતીના આધારે અલગ અલગ ક્ષેત્રમાં ફરજ બજાવી રહ્યા છે. તેને લઈને આ કાંડ ભાવનગર ડમીકાંડ કરતા મોટા હોવાનો શંકા ઊભી થઈ છે.
સુરત શહેરમાં સરકારી વીજ કંપની જૂનિયર કલાર્કની પરીક્ષા લેવાઈ હતી. તે પરીક્ષામાં ગેરરિતી થઈ હોવાનું સામે અવાયું હતું, ત્યાર બાદ ક્રાઈમબ્રાન્ચ દ્વારા આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. સરકારી વીજ કંપનીઓ દ્વારા ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતું, ત્યારે સામે અવાયું હતું કે, પરિક્ષામાં સિસ્ટમમાં રહેલા કેટલા ભ્રષ્ટ લોકોએ અગાઉની જેમ ફરી ભરતીમાં ગેરરીતિ કરાવી હતી.
મળેલી માહિતી અનુસાર ઉમેદવારોને કોમ્પ્યુટર પર બેસવાનું હતુ અને સવાલોના સાચા જવાબ આપોઆપ ટીક થઈ જતા હતા. ત્યારબાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા આ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી. સરકારી વીજ કંપનીઓ દ્વારા આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે અને પરીક્ષા કેન્દ્ર પર કોમ્પયુટર ફાળવામાં આવે છે. આ પરીક્ષાને લઈ લેભાગુ ટોળકી પણ પહેલાથી સક્રિય રેહતી હતી અને આ પરીક્ષા જે કેન્દ્ર પર લેવામાં આવતી ત્યાં આરોપીઓ નિરીક્ષકો સાથે સેટિંગ કરી કૌભાંડ આચરતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.