હાલમાં અમદાવાદ ખાતે બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ ઉત્સવમાં દેશ-વિદેશથી આવતા હજારો ભાવિકો આધ્યાત્મિક અને પ્રેરણાત્મક સંદેશો લઈને ઘરે પહોંચી રહ્યા છે. ત્યારે આ ઉત્સવમાં પોતાના હિત ન સંતોષાતા એક સમાચાર પત્રે પોતાનું નીચ પત્રકારત્વ દેખાડ્યું છે.
જેમ રામાયણ કાળમાં યજ્ઞ સંસ્કાર કરી રહેલા ઋષિમુનિઓના યજ્ઞમાં રાક્ષસો હાડકાઓ નાખી રહ્યા હતા એમ અત્યારે તંત્રનું નાક દબાવીને આ સમાચાર પત્રના માલિક ઉત્સવ બંધ કરાવવાની ચીમકીઓ આપવાનો ખોટો સંદેશ આપી રહ્યા છે. તે જનતા જાણી ગઈ છે.
ગુજરાતી જનતાનો વિશ્વાસ ગુમાવી બેસેલા આ સમાચાર પત્રને વાંચકગણ ન મળતા હવે હલકી કક્ષાના એક તરફી પીળા પત્રકારત્વ તરફ વળી ગયા છે. આ સમાચાર પત્ર પહેલેથી જ સ્વામિનારાયણ સંસ્થા વિરુદ્ધ ઝેર ઓકતું આવ્યું છે. બે દિવસ અગાઉ અમદાવાદમાં જ એક પ્રખ્યાત સિંગરની કોન્સર્ટમાં હજારો રૂપિયા ની ટિકિટ ખર્ચીને 2,00,000 જેટલા લોકો ઉમટ્યાં હતા. પરંતુ આ બાબતે એક હરફ સુદ્ધા ન ઉચ્ચારનાર સમાચાર પત્રને લોકોના સ્વાસ્થ્યની ચિંતા થઈ નહોતી અને હવે પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક સંદેશને વિનામૂલ્યે ઘરે લઈ જતા લોકોને રોકવા માટે સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવને બદનામ કરવાનો સંદેશ આપવાનું શરૂ કર્યું છે.
એક ગાયક કલાકારની કોન્સર્ટમાં હજારો રૂપિયાની ટિકિટ ખર્ચને આવેલા લોકો માસ્ક વગર આવ્યા હતા. પાણીથી ઉભરાતા રસ્તા અને ગટરના પાણીમાં ચાલીને લોકો માસ્ક વગર એકઠા થયા હતા. આ બાબતે એક પણ સંદેશ ન આપનાર આ સમાચાર પત્રને હવે અચાનક લોકોના સ્વાસ્થ્યનો ડર લાગવા લાગ્યો છે.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ૮૦ હજારથી વધુ સ્વયંસેવક અને મહોત્સવ સ્થળે આવતા ભાવિકો માસ્ક પહેરી રહ્યા છે. સ્વચ્છતા અને કોરોના ગાઇડલાઈન્સનો અમલ થઈ રહ્યો હોવાનું જોઈને સમાચાર સંસ્થાના માલિકે હવે સમાજમાં દહેશત ફેલાવવાનું શરૂ કરી દીધું છે.
આ સમાચાર પત્રના આપવામાં આવેલા સંદેશને જોઈને ચાઇનાથી એક યુવાને વિડીયો મોકલ્યો છે. જેમાં સમાચાર પત્ર દ્વારા ચાઇનામાં ગંભીર પરિસ્થિતિ છે, એવી પરિસ્થિતિ અમદાવાદનો આ મહોત્સવ કરશે તેવો સંદેશ આપવામાં આવી રહ્યો છે. તેની પોલ ખોલી નાખી છે. આમ ચાઇનાથી જ એક ભારતીય યુવાને વીડિયોના માધ્યમથી ચાઇના નો ડર બતાવીને અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને બંધ રખાવવાના સંદેશ ફેલાવી રહેલા સમાચાર પત્રને મુંહતોડ જવાબ આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.