ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્ય સહીત અનેક જીલ્લામાં મેઘરાજા મહેરબાન થઇ રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે બનાસકાંઠા(Banaskantha) જિલ્લામાં હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહીને લઈને સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં દિયોદરમા 190 મીમી તેમજ ડીસા(Deesa) અને અમીરગઢમાં 120 મીમી વરસાદ ખાબક્યો છે.
ડીસામાં મુશળધાર પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકવાને કારને આખું ડીસા પાણી પાણી થઈ ગયું હતું. ડીસામાં આવેલો ગુજરાતનો સૌથી લાંબા એલિવેટેડ બ્રિજમાં પણ જાણે નદી ના હોય તેવી રીતે પાણી ભરાઈ ગયા હતા. આ બ્રીજ 195 કરોડના ખર્ચે બનેલો છે. બ્રિજ પર એક ફૂટ જેટલું પાણી ભરાઇ જવાને કારણે એક બાજુનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. દિયોદરમાં 8 ઇંચ જ્યારે ડીસામાં 5 ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાય ગયા હતા. ડીસામાં આખોલ ચાર રસ્તા નજીક 50 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થઇ જવા પામી હતી. જેના કારણે દુકાનના માલિકોને મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત રાજ્યના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર પણ પાણી ભરાય ગયું હતું.એક ફૂટ જેટલું પાણી ભરાઇ જવાને કારણે એક બાજુનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગની વરસાદને લઈને મોટી આગાહી:
ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ચાર કે પાંચ દિવસમાં વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાડ, તાપી સહિત અન્ય કેટલાય વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.