ગુજરાતના આ શહેરમાંથી દારુ પાર્ટી કરતી મહિલાઓ સહિત 11 વ્યક્તિઓ ઝડપાયા- જુઓ વિડીયો

ગુજરાતમાં અવાર-નવાર દારૂની મહેફિલ માણતા લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતી રહે છે. ત્યારે આજરોજ સુરતમાં અલથાણ-પાંડેસરા ખાડી બ્રિજ નજીક કેશવ પાર્ટી પ્લોટમાં દરોડા પાડી ખટોદરા પોલીસે ત્રણ મહિલા સહિત 11 વ્યક્તિઓને ઝડપી પાડયા છે. આ ઉપરાંત, ઘટના સ્થળે થી દારૂ સહિત 3.68 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

ખટોદરા પોલીસને પોલીસને માહિતી મળી હતી કે, જેના આધારે અલથાણ ખાડી બ્રિજ નજીક કેશવ પાર્ટી પ્લોટમાં દરોડા પાડતા દારૂની મહેફિલ માણતા શૈલેષ રમણ પટેલ (ઉ.વ. 40), પ્રતીક અરવિંદ પટેલ (ઉ.વ. 39), વિરલ અર્જુન પટેલ (ઉ.વ. 31), જય ઝવેરભાઇ પટેલ (ઉ.વ. 36), નીલ ધનસુખ પટેલ (ઉ.વ. 23), પુકાર દોલત પટેલ (ઉ.વ. 32) અને પીન્કેશ અરવિંદ પટેલ (ઉ.વ. 34) અને ત્રણ મહિલા સહિત 11ને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા હતા.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, સ્થળ પરથી છ બિયરના ટીન, એક દારૂની ખાલી બોટલ જપ્ત કરવામાં આવી છે. દારૂની મહેફિલ માણી રહેલા ઉપરોકત તમામ પાસેથી 9 મોબાઇલ ફોન કિંમત રૂપિયા 3.40 લાખ, રોકડા 28 હજાર રૂપિયા, બિયરના ત્રણ ખાલી અને ત્રણ ભરેલા ટીન, સ્કોચ વ્હીસ્કીની બે બોટલ આમ કુલ 3.68 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

સુરતના અલથાણ ખાડી બ્રિજ નજીક કેશવ પાર્ટી પ્લોટમાં ઝડપાયેલા તમામ લોકો શ્રીમંત ઘરના હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે દારૂની મહેફિલ મુદ્દે કેશવ પાર્ટી પ્લોટના માલિક પુકાર દોલત પટેલની પુછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે સાળાની પત્નીનું શ્રીમંત હોવાથી પાર્ટીનું આયોજન કર્યુ હતું. પાર્ટી માટે સ્કોચ વ્હીસ્કી અને બિયરના ટીન ઉધના રેલવે પટરી પાસેથી અજાણ્યા વ્યક્તિ પાસેથી ખરીદ્યાની કબૂલાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *