આજની આધુનિકરણની જીવનશૈલીમાં શિક્ષિત વર્ગ હોવા છતાં હજી આપણાં પૂર્વજો દ્વારા કેહવામાં આવેલી અમુક જૂની કેહવતો અને માન્યતાઓને વળગી રહેલા હોઈએ છીએ ત્યારે એલિયન્સને લઈને દુનિયાભરમાં જાતજાતના દાવા કરવામાં આવે છે. વૈજ્ઞાનિકો ઘણા દશકાઓથી આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરી રહ્યા છે કે શું એલિયન્સ ખરેખર અસ્તિત્વ ધરાવે છે?
સમગ્ર વિશ્વમાં એલિયન્સ અંગે વિવિધ દાવાઓ કરવામાં આવે છે. ઘણા દાયકાઓથી વૈજ્ઞાનિકો આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તમામ દાવાઓ અને પ્રયાસોની વચ્ચે એક મહિલાએ જે દાવો કર્યો છે, તેણે સૌને ચોંકાવી દીધા છે. મહિલાનું કહેવું છે કે તે ઘણી વાર એલિયન્સને મળી ચુકી છે. માત્ર આટલું જ નહી, પરંતુ એલિયન તેને પોતાની પર્સનલ તસવીરો પણ મોકલે છે.
વધારે માહિતી પ્રમાણે આ દાવો કરનાર અમેરિકાના મિઝોરી રાજ્યમાં રહેતી 29 વર્ષની મહિલા લિલી નોવા છે.તે એલિયન્સને એક વાર નહીં પરંતુ ઘણી વખત મળી છે.તેનું કહેવું છે કે એલિયન્સ હોલીવુડની ફિલ્મ અવતારમાં જોવા મળેલા જીવો જેવા જ દેખાય છે.મહિલાએ જણાવ્યું કે સૌથી પહેલા તે એલિયનને વર્ષ 2020માં કોરોનાને કારણે દુનિયાભરમાં લગાવેલ લોકડાઉનનાં સમયે મળી હતી.
પ્રથમ વખત એલીયનને મળ્યાના અનુભવને શેર કરતા લીલી કહેછે કે લોકડાઉન વખતે એક રાત્રે હવા લેવા ઘરની બહાર આવી હતી. તે ખુલ્લા આકાશની નીચે ટહેલી રહી હતી, ત્યારે જ તેને પડોશમાં ટીવ પ્રકાશ જોવા મળ્યો. પહેલા તો મહિલાને લાગ્યું કે કોઈ એરક્રાફ્ટ હશે, પરંતુ તેણે જયારે ધ્યાનથી જોયું તો તેના હોશ ઉડી ગયા.
લીલી જ્યારે એલિયનને મળી ત્યારે તેમનાથી ખૂબ ડરતી હતી. લીલીનો ડર ભગાવવા એલીપેથીના માધ્યમથી એલિયન પોતાના ફોટોઝ શેર કરે છે.તે એલિયન્સને એક વાર નહીં પરંતુ ઘણી વખત મળી છે. તેનું કહેવું છે કે એલિયન્સ હોલીવુડની ફિલ્મ અવતારમાં જોવા મળેલા જીવો જેવા જ દેખાય છે.
દરરોજ મહિલાને મળવા આવે છે એલિયન્સ લીલી જણાવે છે કે હવે એલિયનથી તેણીને ડર નથી લાગતો. હવે એલિયન સાથે લીલીની ખુબ સારી દોસ્તી થઈ ગઈ છે.હવે તો તે રોજ એલિયનને મળે છે.પહેલી વખત લીલીએ હળવા વાદળી રંગની સ્કીનવાળી એક યુવતીને જોઈ હતી. તે ખૂબ સુંદર હતી. જો કે તેમના માથા પર વાળ ન હતા. લીલી જણાવે છે કે તે એલિયનનાં પ્રેમમાં છે.