મોટર વ્હીકલ એક્ટ હેઠળ સુરત સહિત દેશમાં આકરો દંડ વસુલવાની શરૃઆત થઈ તેનો કેટલાક લોકો વિરોધ કરતાં નથી પરંતુ સુરતમાં ટ્રાફિક માટે અડચણરૃપ તથા લોકો માટે યમદુત સાબિત થતાં જાહેર રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા માગણી કરી રહ્યાં છે. નિયમોનું પાલન કરીને લોકો વાહન ચલાવી રહ્યાં છે ત્યારે સરકાર અને તંત્રએ પણ વાહન ચાલકો માટે આફતરૃપ બનતાં રખડતા ઢોરની સમસ્યા દુર કરવી જોઈએ તેવી રજુઆત મ્યુનિ. અને પોલીસ તંત્રને થઈ છે.
સુરતના પાલ- પાલનપોર, અલથાણ, વરાછા, કાપોદ્રા, અમરોલી તથા જુના સુરતના કેટલાક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો છે. મોટર વ્હીકલ એક્ટનો પોલીસ કડકાઈથી અમલ કરે તેની સામે લોકોને વિરોધ નથી પરંતુ જાહેર માર્ગો પર વાહન ચાલકો માટે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને આ રખડતા ઢોર લોકો માટે યમદુત બની રહ્યાં હોવા છતાં તે સમસ્યા દુર થતી નથી. જેના કારણે કેટલાક લોકોએ પોલીસ અને મ્યુનિ. તંત્રને રખડતા ઢોરની સમસ્યા દુર કરવા માટે રજુઆત કરી છે. જે રસ્તા પર વાહન દોડવા જોઈએ તેવા અનેક રસ્તા પર રખડતા ઢોર ચાલતા હોવાથી વાહન ચાલકોની મુશ્કેલી વધી રહી છે.
હાલમાં જામનગર મહાનગરપાલિકાએ રખડતા ઢોર માટે જે કડક કામગીરી કરી તેવી જ કામગીરી સુરતમાં કરવા માટે મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરવામા ંઆવી છે. સરકારના આદેશ બાદ તંત્ર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં લોકો પાસે આકરો દંડ વસુલી રહ્યું છે તો વાહન ચાલકોને રખડતા ઢોરની સમસ્યા નડે છે તે ક્યારે દુર કરશે ? તેવા પ્રશ્નો ઉઠી રહ્યાં છે. શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગરીી મ્યુનિ.ના માર્કેટ વિભાગની કામગીરી છે જ્યારે પણ ફરિયાદ થાય ત્યારે માર્કેટ વિભાગ કેટલા ઢોર પકડયા અને કેટલો દંડ પકડયો તે આંકડા રજુ કરે છે. પરંતુ આ કામગીરી કાગળ પર જ રહે છે અને ઢોર માલિકો અને મ્યુનિ. કર્મચારીઓની સાંઠગાઠના પગલે રખડતા ઢોરની સમસ્યા યથાવત રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.