હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. સ્પેસ -એક્સના સંસ્થાપક તથા ટેસ્લાના CEO એલોન મસ્ક હવે સમગ્ર વિશ્વનાં બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ છે. સૌપ્રથમ ફરીથી એમેઝોનના ફાઉન્ડર જેફ બોજોસ કાબિજ થઈ ગયા છે. સોમવારે ટેસ્લાના શેરમાં અંદાજે 8% નો ઘટાડો આવ્યો છે.
માત્ર એક દિવસમાં તેમના એસેટમાં અંદાજે 14 અરબ અમેરિકન ડોલરનો ઘટાડો આવી જવાથી તે બીજા સ્થાન પર સરક્યા છે. અહીં નોંધનીય છે કે, એલોન મસ્કને વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિનો તાજ હજુ એક સપ્તાહ પહેલા જ મળ્યો હતો.
ટેસ્લાના શેરમાં 8 %નો ઘટાડો :
સોમવારનાં રોજ ટેસ્લાના શેરમાં અંદાજે 8%નો ઘટાડો આવ્યો છે. જેને લીધે મસ્ક નેટવર્થમાં ઘટાડો થઈને કુલ 176.2 અરબ અમેરિકન ડોલર રહી ગયુ છે. મસ્કની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ આ વર્ષે પોતાની માર્કેટ વેલ્યૂમાં ખુબ વૃદ્ધિ કરી છે. ગત અઠવાડિયે મસ્કની કંપનીના શેરના ભાવમાં ભારે ઉલાળો જોવા મળ્યો હતો. ત્યારપછી કુલ સંપત્તિ મામલે તેઓ પહેલા સ્થાને પહોંચી ગયા હતા.
જેફ બેજોસ કાબિજ આવ્યા પહેલા નંબર પર :
આ જગ્યા મસ્કે ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ‘એમેજોન’ના સંસ્થાપક જેફ બેજોસને પાછળ છોડી મેળવી હતી. જેફ બેજોસ વર્ષ 2017થી આ સ્થાન પર હતા. એલન મસ્ક હવે બેજોસથી કુલ 6 અરબ ડોલર પાછળ છે. જેફ બેજોસના નેટવર્થ હવે 182.1 અરબ ડોલર તથા હવે તે ફરી દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. સોમવારે જેફ બેજોસની કંપની એમેજોનના શેરમાં પણ 2% નો ઘટાડો આવ્યો હતો.
દુનિયામાં સૌથી ઝડપથી કમાણી કરનાર વ્યક્તિ છે મસ્ક :
કોરોના વાયરસને લીધે ઈકોનોમિક સ્લોડાઉન છતાં ગત 12 મહિનામાં મસ્કની નેટવર્થમાં કુલ 150 અરબ ડોલરનો વધારો થયો હતો. તે સંભવતઃ દુનિયામાં સૌથી ઝડપથી કમાણી કરનાર વ્યક્તિ છે. મસ્કે ગત એક વર્ષમાં દર કલાકે કુલ 1.736 કરોડ ડોલર એટલે કે, અંદાજે 127 કરોડ રુપિયા કમાયા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle