ઈલોન મસ્ક Twitter ને 44 બિલિયન ડોલરમાં ખરીદવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, એલોન મસ્ક(Elon Musk) આ ડીલ કેન્સલ કરી શકે છે. આ અંગે એક નવો અહેવાલ સામે આવ્યો છે. આમાં ઘણા કારણો આપવામાં આવ્યા છે, જેના કારણે ઈલોન મસ્ક Twitter ડીલ કેન્સલ થઈ શકે છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, મસ્ક ચાર વર્ષ પહેલા પણ આવું કરી ચુક્યા છે. તેણે સીઝ કેન્ડીઝ સાથે સ્પર્ધા કરવા માટે કેન્ડી કંપની ખોલવાની જાહેરાત કરી હતી. પરંતુ, બાદમાં તે તેનાથી ખસી ગયો હતો. આ રીતે તે ટ્વિટરનો પણ સાથ આપી શકે છે.
જો કે, જો તે આ ડીલમાંથી પીછેહઠ કરે છે તો તેના પર $1 બિલિયનનો દંડ થઈ શકે છે. કારણ કે આ અંગે કંપની અને તેમની વચ્ચે એક કરાર થયો છે, જેમાં ડીલ કેન્સલ કરનાર પાર્ટીએ $1 બિલિયનનો દંડ ભરવો પડશે. આ ડીલ કેન્સલ કરવાનું સૌથી મોટું કારણ એ છે કે, Twitter માં તેમનો હિસ્સો સામે આવ્યા બાદ તેમની કંપની ટેસ્લાનો શેર સતત ઘટી રહ્યો છે. Twitter ડીલમાં તે ટેસ્લાના શેર વેચીને કેટલાક પૈસા પણ આપવાના છે. પરંતુ, શેરની કિંમત ઓછી હોવાને કારણે તેમને અહીં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
અહીં ચીનનો મોટો એંગલ પણ છે. ટેસ્લા તેના અડધા વાહનોનું ઉત્પાદન ચીનમાં કરે છે અને કંપનીને ત્યાં પણ ઘણી આવક થાય છે. પરંતુ, ચીનમાં Twitter નો બિઝનેસ બંધ છે. એટલે કે અહીં પણ ફ્રી સ્પીચ પ્લેટફોર્મ ઈચ્છતા મસ્કને મુશ્કેલી પડી શકે છે.
આ અંગે એક અન્ય કારણ જણાવવામાં આવી રહ્યું છે કે, યુરોપમાં આવનારા સમયમાં કંપનીને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સને યુરોપિયન યુનિયન કમિશનર થિયરી બ્રેટોન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જો કંપની હાનિકારક સામગ્રી પર નજર નહીં રાખે તો તેના પર પ્રતિબંધ લગાવી શકાય છે.
આ બધી મુશ્કેલીઓથી બચવા માટે, મસ્ક આ ડીલમાંથી પીછેહઠ કરી શકે છે. આનું બીજું એક મોટું કારણ છે. ટ્વિટરનો સ્ટોક હાલમાં તેમની ઑફર કિંમતથી 11% નીચે ટ્રેડ થઈ રહ્યો છે. તે કંપનીના ઘણા પગલાઓની સતત ટીકા પણ કરી રહ્યો છે. આ કારણે આ ડીલ કેન્સલ થવાની શક્યતાઓ પણ વધી રહી છે અને આવું પહેલીવાર નહીં થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.