ફક્ત આ એક કામ કરી, લોનનો 5000 રૂપિયા જેટલો EMI ઘટાડી શકો છો! સમજો સરળ ભાષામાં 

આજકાલ દરેક વ્યક્તિની આશા હોય છે કે તેઓનું પોતાનું ઘરનું ઘર હોય. પરંતુ આજના મોંઘવારીના જમાનામાં ઘર ખરીદવું ખુબ જ મુશ્કેલ બની જાય છે. તેમાં…

આજકાલ દરેક વ્યક્તિની આશા હોય છે કે તેઓનું પોતાનું ઘરનું ઘર હોય. પરંતુ આજના મોંઘવારીના જમાનામાં ઘર ખરીદવું ખુબ જ મુશ્કેલ બની જાય છે. તેમાં પણ ખાસ કરીને શહેરોમાં ઘણું અઘરું પડે છે. આથી મોટેભાગે લોકો ઘર ખરીદવા માટે હોમ લોનનો (Home loan) સહારો લેતા હોય છે. પરંતુ અનેક વખત લોકો વધારે મોટી લોન લઈ લેતા હોય છે, જેના કારણે દર મહિને મોટા ઈએમઆઈ (EMI) ની ચૂકવણી કરવાના ફાંફા પડી જતા હોય છે.

જો તમે હોમ લોનનો ખૂબ મોટો EMI ચૂકવી રહ્યા છો તો તમારે પરેશાન થવાની જરૂર નથી. થોડા સમય પહેલા હોમ લોનના દર ખુબ જ ઊંચા હતા. તે સમયે લોનના દર 8થી 9 ટકા કે તેનાથી પણ વધારો હતો. હાલ મોટાભાગની બેંકનો હોમ લોન રેટ સાત ટકાની આસપાસ કે તેનાથી ઓછો છે. આવી સ્થિતિમાં જો તમે તમારી જૂની હોમ લોન બીજી બેંકમાં શિફ્ટ કરો છો તો તમારો EMI ઓછો થઈ શકે છે. તમારી લોન જે બેંકમાં હોય એ જ બેંકમાં સંપર્ક કરી વ્યાજદર ઘટાડી શકો છો.

ધારો કે તમે આજથી ચાર વર્ષ પહેલા કોઈ બેંકમાંથી લોન લીધી છે. એ વખતે હોમ લોનનો દર 9.25 ટકા હોય. હવે તમે આ લોનને બીજી કોઈ બેંકમાં ટ્રાન્સફર કરવા માંગો છે. વર્તમાન દર પરથી માની લો કે બેંક તમને 6.90 ટકાના દરે લોન ઑફર કરે છે તો તમારો EMI કેટલો ઘટી જશે તે જોઈએ.

જૂની બેંક
વર્ષ 2017, લોનની રકમ 30 લાખ, વ્યાજદર 9.25, સમયગાળો 20 વર્ષ, EMI 27,476

લોન ટ્રાન્સફર કરવા પર કેટલો ઈએમઆઈ આવશે?
વર્ષ 2021, લોનની રકમ 26 લાખ, વ્યાજનો દર 6.90 ટકા, સમયગાળો 16 વર્ષ, EMI 22,400

ધારો કે, તમે 2021ના વર્ષમાં તમારી લોનને નવી બેંકમાં ટ્રાન્સફર કરાવી છે. આ ઉપરાંત તમારે બાકીની રકમ 26 લાખ રૂપિયા છે. એટલે કે અહીં સ્પષ્ટ છે કે નવી બેંકમાં લોન ટ્રાન્સફર કરાવવાથી તમારો EMI 5000 રૂપિયા જેટલો ઘટી જશે.

કેટલી બચત થશે?
ઉપર જણાવ્યા મુજબ જૂની બેંક અને જૂના દર સાથે ગણતરી કરવામાં આવે તો તમારે 23,90,488 વ્યાજ તરીકે ચૂકવવા પડશે. પરંતુ, જો તમે નવી બેંકમાં હોમ લોન ટ્રાન્સફર કરો છો તો તમારે 16 વર્ષના અંતે કુલ 17,00,820 રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે. ફક્ત લોન ટ્રાન્સફર કરીને તમે 6.90 લાખ રૂપિયા બચાવી શકો છો. એટલે કે જો તમે પણ હોમ લોન લીધી હોય તો માત્ર આટલું જ કરીને તમે લાખો રૂપિયાની બચત કરી શકો છો.

બીજી બેંકમાં કેવી રીતે લોન ટ્રાન્સફર કરશો?
આ હોમ લોન ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા કઈક આ મુજબ છે. તે માટે તમારે સૌથી પહેલા તમારી વર્તમાન બેંકને આ અંગે જાણ કરો. મળી આવેલી માહિતી મુજબ મોટા ભાગના કિસ્સામાં તમારી વર્તમાન બેંક જ નજીવો ટ્રાન્સફર ચાર્જ વસૂલ કરીને વ્યાજદરમાં ઘટાડો કરી આપે છે. જો આવું થાય છે તો તે ઉત્તમ છે. જો બેંક વ્યાજદર ઘટાડી ન આપે તો તમે અન્ય કોઇપણ બેંકનો સંપર્ક કરી તે બેંકમાં હોમ લોન ટ્રાન્સફર કરી શકો છો.

આ માટે તમારે બીજી બેંકમાં લોન માટે અરજી કરવાની રહેશે. તેમજ આ ટ્રાન્સફર માટે જોઈતા જરૂરી તમામ દસ્તાવેજો જમા કરવાના રહેશે. ત્યારબાદ નવી બેંક પાસેથી તમને એક સેન્ક્શન લેટર મળશે. તે પછી તમારે તેને તમારી વર્તમાન બેંકને આપવાનો રહેશે. એ વાત ખાસ યાદ રાખવી કે, તમારી વર્તમાન બેંક પાસે તમારી પોપર્ટીના તમામ ઓરીજીનલ કાગળો હશે. એ કાગળો લેવાનું ખાસ યાદ રાખવું.

આ સિવાય બીજી બેંકમાં લોન ટ્રાન્સફર કરવા પર તમારી વર્તમાન બેંક તમારી પાસેથી પ્રી-પેમેન્ટ ચાર્જ પણ વસુલી શકે છે. આ અંગે બેંક સાથે વાત કરવી. તેમજ તમારી નવી બેંક પણ લોન માટે પ્રોસેસિંગ ચાર્જ વસૂલ કરી શકે છે. જોકે, ગ્રાહકોને આકર્ષવા માટે ઘણી બેંકો પ્રોસિસિંગ ચાર્જ માફ પણ કરતી હોય છે. જેથી વધુમાં વધુ લોકો તેઓની બેંકમાં આવે.

જો તમારી લોન ખૂબ જ લાંબા સમયગાળાની હોય અને હજુ સુધી થોડી જ ચૂકવાય હોય તો જ અન્ય બેંકમાં ટ્રાન્સફર કરવી જોઈએ. કારણકે આમાં લાંબા સમયગાળા વાળાઓને જ વધારે ફાયદો થઈ શકે છે. ઓછી રકમ અથવા નાની અવધિની લોન ટ્રાન્સફર કરવા પર વધારે ફાયદો નથી મળી શકતો. આ ઉપરાંત નવી બેંક અને જૂની બેંકના વ્યાજદરમાં દેખીતો મોટો તફાવત હોય ત્યારે જ હોમ લોન ટ્રાન્સફર કરવી જોઈએ. એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, તમે જે બેંકમાં લોન ટ્રાન્સફર કરો છો ત્યાની શરતો તેમજ છૂપા ખર્ચ શું છે. ત્યારબાદ જ ટ્રાન્સફરની પ્રક્રિયા શરુ કરવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *