સુરત-ઓલપાડ હાઈવે પર ગટરમાં ખાબકતા SMC કર્મચારીનું તડપી તડપીને મોત ‘ઓમ શાંતિ’

સુરતથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ઓલપાડ-સુરત રાજ્યધોરી માર્ગ ઉપર અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં જીણોદ ગામના રહેવાસી રાહુલ પટેલ માસમા ગામ નજીક SMCના કતારગામ ઝોનમાં માર્સલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેમને માર્ગમાં બાઈક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાહુલ પટેલનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે.

સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં માર્સલ તરીકે ફરજ નિભાવતા યુવાનનું નામ રાહુલ છે, તેની ઉમર 40 વર્ષ છે. રાહુલ છેલ્લા પાંચ વર્ષથી સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં માર્સલ તરીકે ફરજ બજાવતો હતો. તેના પિતાનું નામ સુરેશભાઇ રણછોડભાઇ પટેલ છે તેમની ઉમર 74 વર્ષ છે. તે ઓલપાડ તાલુકામાં આવેલા જીણોદ ગામના સરપંચ ફળિયામાં રહે છે. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે.

તા.૨૩ અને શુક્રવારે નાઈટ ડ્યુટી પૂર્ણ કરી પોતાના જીણોદ ગામે પરત આવવા રાત્રે 11 વાગે સુમારે તેની હોન્ડામાં ઓલપાડ-સુરત રોડ ઉપર આવી રહ્યો હતો. તે માસમા ગામની સીમમાં મધુવન બંગ્લોઝની સામેના રોડ પરથી જઈ રહ્યો હતો ત્યારે બાઈકએ ગફલતભરી અને બેફીકરાઇથી હંકારતા ડ્રાઈવીંગ પરથી કાબુ ગુમાવતા તે બાઈક સાથે રોડની બાજુમાં પાણીની ગટરમાં પડયો અને ફંગોળાતા બાઈક નીચે દબાયો હતો.

આ અકસ્માતમાં બંન્ને આંખની વચ્ચે નાકનાં ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેથી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ અકસ્માતની જાણ બીજા દિવસે બપોરે 2 વાગે થઈ હતી અને ત્યાર બાદ મૃતક રાહુલ પટેલને ગટરના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પરિવારને થતા પરિવારમાં માતમ છવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *