જય દ્વારકાધીશ… બિપોરજોય વાવાઝોડા સામે સૌની રક્ષા માટે દ્વારકાધીશ મંદિર પર ચઢાવાઈ બે ધજા

Two flags are hoisted on Dwarkadhish: અત્યારે સમગ્ર ગુજરાતમાં (Gujarat) બિપોરજોય વાવાઝોડા (Cyclone Biparjoy) નું મહાસંકટ ચાલી રહ્યું છે. વાવાઝોડા (Cyclone) ના સામનો કરવા માટે તંત્ર અલર્ટ થઈ ગયું છે, તો બીજી તરફ ભક્તિના માર્ગ પર વાવાઝોડાના સામનો થઈ રહ્યો છે. વાવાઝોડા જેવા મહાસંકટથી રક્ષણ મેળવવા માટે દ્વારકાધીશના મંદિર (Dwarkadhish Temple) પર એક સાથે બે ધજા ફરકાવવામાં આવી સામાન્ય દિવસોમાં માત્ર એક જ ધજા ફરકાવવામાં આવે છે. પણ જ્યારે વાવાઝોડા જેવા મહાશંકટથી બચવા માટે બીજી ધજા રક્ષણના હેતુથી ચઢાવવામાં આવી છે.

અગાઉ જ્યારે તાઉતે વાવાઝોડુ આવ્યું ત્યારે પણ આ પ્રકારની બે ધજાઓ ફરકાવવામાં આવી હતી તેનું મંતવ્ય એટલું જ હતું કે સમગ્ર પંથકથી વાવાઝોડા થી રક્ષણ મળી રહે. ત્યારે આવી જ શ્રદ્ધા સાથે ફરી એકવાર દ્વારકાધીશ મંદિર પર બીજી ધજા પર ફરકાવવામાં આવે છે. દ્વારકામાં મંદિરના શિખરમાં ચડાવેલી ધજા ના દર્શન વિશેષ મહત્વ છે. ત્યારે એક સાથે બે ધજા ના દર્શન કરીને ભક્તોને અનોખો આનંદ મળી રહે.

વાવાઝોડાની સ્થિતિ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નજર રાખી રહ્યા છે. વડાપ્રધાન સહિત ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અને સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા પણ કરી હતી. પીએમ મોદી કેન્દ્ર તરફથી તમામ મદદ આપવાની ખાતરી આપી છે.

સુરક્ષા અને સલામતીના પગલે ભાગરૂપે અત્યાર સુધી કચ્છ,પોરબંદર,જુનાગઢ,જામનગર,દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ,મોરબી અને રાજકોટ એમ કુલ 8 જિલ્લા ઓમાં 6827 લોકોને સલામત સ્થળો સ્થળાંતરિત કર્યા છે. આ જિલ્લાઓમાં 6041 અગરિયા એ ભાઈ બહેનોને રહે છે. તેમાંથી 3243 અગરિયા ભાઈ બહેનોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે

આરોગ્ય વિભાગના વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે,જરૂરી દવાઓ તથા અન્ય સામગ્રીના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં 521 જેટલા P.H.C, C.H.C  હોસ્પિટલને આરોગ્ય રક્ષક દવા,સાધનો ,જનરેટરથી સત્ય કરવામાં આવ્યા છે. પુર સંભવિત વિસ્તારોમાં 157 જેટલી એમ્બ્યુલન્સની સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *