સુરત શહેરની વચોવચ આવેલું છે ‘સ્વર્ગ’ – બાળકોથી લઈને દરેકને ફરવાની એટલી મજા આવશે કે ન પૂછો વાત!

ડાયમંડ સિટી (diamond city) તરીકે ઓળખાતું સુરત શહેર દિવસેને દિવસે વિકાસ પામી રહ્યું છે. જેવી રીતે સુરત (Surat) શહેરનો વિકાસ થઇ રહ્યો છે, તેવી રીતે ધંધા અને રોજગાર પણ ખુબ વધી રહ્યા છે. પરંતુ આ સાથે પર્યાવરણને પણ ખુબ નુકસાની થઇ રહી છે. વિકાસની રાહે આગળ વધી રહેલા વિકાસશીલ સુરતમાં એક સુંદર તળાવ, જે લીલાછમ વાતાવરણથી ઘેરાયેલું છે. આ લીલાછમ તળાવનો પણ ભોગ લેવાની તયારીઓ હતી. પરંતુ સુરતમાં નેચર ક્લબે (Nature Club) ગવિયર નિર્મલા તળાવ (Gaviar Nirmala Lake) કિનારે એક જ દાયકામાં વિશાળ ગ્રીન બેલ્ટ વિકસાવી અહીંયા દેશ-વિદેશના 142થી વધુ પ્રજાતિના લાખો પક્ષીઓને આવતા અને વસવાટ કરતાં કરી દીધા છે.

ગ્રીન બેલ્ટ થકી વિદેશના પક્ષીઓની સંખ્યામાં થયો વધારો…
ગવિયર તળાવમાં વાઈલ્ડલાઈફ જળવાઈ રહે તે માટે નિર્મલા વેટલેન્ડ કન્ઝર્વેશન પ્રોજેકટ અંતર્ગત 1500 થી વધુ નેટિવ વૃક્ષો વિકસાવી અને તળાવનું સંવર્ધન કર્યું, જેના લીધે અહિયાં પણ જંગલ જેવું જ વાતાવરણ મળી રહે. તે અંતર્ગત શિયાળામાં દર વર્ષે આવતા દેશ-વિદેશના સેકંડો પક્ષીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં સેન્ટ્રલ એશિયાના પક્ષીઓ આગેવાન બને છે જેમાં નોર્ધન અમેરિકા, યુરોપ, કજાકિસ્તાન જેવા દેશોનો સમાવેશ થાય છે. અસંખ્ણાય પક્ષીઓ હજારો કિલોમીટરનો દરિયો પાર કરીને અહિયાં પહોંચે છે.

70થી 80 જાતન પતંગિયા
આ ગવિયર તળાવમાં માત્ર પક્ષીઓ જ નહીં પરંતુ જાત-જાતન પતંગિયા અને રેપટાઈલ પણ જોવા મળે છે. પક્ષીઓને જોવા માટે અહિયાં ખાસ કરીને યુવાઓ અને વિદ્યાર્થીઓ આવે છે. હવે શિયાળા દરમિયાન પક્ષી પ્રેમીઓને જંગલમાં જવાની જરૂર નહિ પડે. સુરતમાં રહીને જ વિદેશી પક્ષીઓની ભાત-ભાતની પ્રજાતિઓ જોઈં અને તેના વિશે તેઓ અધ્યયન કરી શકશે.

વિદેશી પક્ષી માટે દર વર્ષે શિયાળા દરમિયાન તળાવની સાફ-સફાઈ કરવામાં આવે છે
આ વર્ષે પણ શિયાળા દરમિયાન જે પક્ષીઓ આવે છે તેમના માટે તળાવની સાફ-સફાઈ થઇ ગઈ છે, અને આ સફાઈનો આશરે 1 થી 1.5 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. નેચર ક્લબ દ્વારા આ પક્ષીઓ માટે દર વર્ષે આ ખર્ચ કરવામાં આવે છે. ગુજરાતમાં લુપ્ત થયેલી દસેક જેટલી જલબિલાડીનું ઝુંડ ગવિયર તળાવ ખાતે જોવા મળ્યું છે. આશ્ચર્યની વાત છે કે, આ તળાવની નજીક એક બાજુ ઔદ્યોગિક વસાહતો આવેલ છે અને બીજી બાજુ જે પ્રાણી ગુજરાતમાં લુપ્ત થવાના નજીક છે તે પ્રાણીઓ આ તળાવને પોતાનો આશરો બનાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *