શાહરૂખ ખાને રિંકુ સિંહને ફોન કરીને આપ્યું આ પ્રોમિસ- કહ્યું; કોઈના માટે નથી કરતો પણ તારા માટે જરૂર કરીશ

SRK called Rinku Singh: IPL 2023 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને ગુજરાત જાયન્ટ્સ (GT)ની મેચમાં, રિંકુ સિંહે (Rinku Singh) જબરદસ્ત બેટિંગ કરતા સતત 5…

SRK called Rinku Singh: IPL 2023 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને ગુજરાત જાયન્ટ્સ (GT)ની મેચમાં, રિંકુ સિંહે (Rinku Singh) જબરદસ્ત બેટિંગ કરતા સતત 5 સિક્સર ફટકારી હતી. તેની જ્વલંત ઇનિંગ્સના કારણે રિંકુ માત્ર સ્ટાર જ નથી બન્યો, પરંતુ KKRની જીત પણ ખૂબ જ સરળ થઈ ગઈ હતી. રિંકુ સિંહની આ ઇનિંગને જોયા બાદ KKRના ચાહકોની ખુશીનો પાર ન રહ્યો. બધા સ્ટાર ક્રિકેટરના વખાણ કરી રહ્યા હતા. તે જ સમયે, આ યાદીમાં બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાન(Shah Rukh Khan)નું નામ પણ સામેલ હતું.

કોલકાતા નાઈટ રાઈડર્સની જીત અને રિંકુ સિંહની શાનદાર ઈનિંગ્સ બાદ કિંગ ખાને પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ખૂબ જ ક્યૂટ ટ્વીટ કરીને ક્રિકેટરને અભિનંદન પાઠવ્યા હતા. આ ટ્વીટમાં શાહરૂખે પોતાની ફિલ્મ ‘પઠાણ’નું પોસ્ટર શેર કર્યું હતું, જેમાં શાહરૂખની જગ્યાએ રિંકુ જોવા મળ્યો હતો. આ સાથે અભિનેતાએ લખ્યું, ‘ઝૂમે જો રિંકુ… માય બેબી. રિંકુ સિંહ, વેંકટેશ અય્યર અને નીતિશ રાણાએ ઘણી સારી ઇનિંગ્સ રમી હતી. આ માટે હું કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને શુભેચ્છા પાઠવું છું.

અભિનેતાના આ ટ્વિટમાં તેની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. તે જ સમયે, જિયો સિનેમા પર વાત કરતી વખતે, રિંકુ સિંહે ખુલાસો કર્યો છે કે શાહરૂખ ખાને ફોન પર પણ તેને અભિનંદન આપ્યા હતા. ઉપરાંત, અભિનેતાએ ક્રિકેટરને આવી વાત કહી, જેના પછી તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો.

રિંકુ સિંહે કહ્યું કે, શાહરૂખ ખાને ટ્વીટ કરતા પહેલા મને ફોન કર્યો હતો. તે સમયે તેણે કહ્યું હતું કે લોકો મને તેમના લગ્નમાં આમંત્રણ આપે છે પરંતુ હું જતો નથી, પરંતુ હું તમારા લગ્નમાં ડાન્સ કરવા આવીશ.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પઠાણ બાદ હવે શાહરૂખ ખાને તેની આગામી ફિલ્મ ‘જવાન’ માટે તૈયારી કરી લીધી છે. આ ફિલ્મમાં નયનતારા, સુનીલ ગ્રોવર અને સાન્યા મલ્હોત્રા પણ મહત્વના રોલમાં છે. આ સિવાય તેની પાસે રાજકુમાર હિરાનીની ‘ડાંકી’ છે જેમાં તે તાપસી પન્નુ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *