1. એક દારૂડિયો બસમાં મુસાફરી કરી રહ્યો હતો. પોતાના હાથમાંના સમાચારપત્રના એક ઝીણા ઝીણા ટુકડા કરી રહ્યો હતો. અને તેને બારીની બહાર ફેંકતો હતો. એની બાજુમાં બેઠેલી સ્ત્રી – મુસાફરે એને પૂછ્યું, ‘મહેરબાની કરીને મને સમજાવશો કે સમાચારપત્રના આવા ટુકડા કરીને બારીની બહાર ફેંકવાનો શો અર્થ?’ ‘એનાથી હાથીઓ ગભરાઈને નાસી જાય છે.’ દારૂડિયો બોલ્યો. ‘મને તો અહી કોઈ હાથી દેખાતો નથી. ‘હસીને પેલી બાઈએ કહ્યું. ‘ત્યારે તો મારો નુસખો ઘણો અસરકારક છે, ખરું?’ જવાબ મળ્યો.
2. કારકુન (ફોન પર): ‘માફ કરજો મેડમ! ખન્ના સાહેબ એમની પત્ની સાથે હોટલમાં નાસ્તો કરવા ગયા છે.’
મિસિસ ખન્ના: ‘એમ? તો એમને કહેજો કે એમની સ્ટેનોગ્રાફરનો ફોન હતો. એક છોકરીએ તેના બોય ફ્રેન્ડને પૂછ્યું: ‘જો હું તારી સાથે લગ્ન કરું તો તું સિગારેટ પીવાનું છોડી દઈશ?’
બોયફ્રેન્ડ: ‘હા…..’ ‘શરાબ…..?’ ‘હા, એ પણ છોડી દઈશ.’ ‘તારા દોસ્તારોની સંગત?’ ‘છોડી દઈશ.’ ‘એ સિવાય બીજું શું છોડી દઈશ?’ ‘વિવાહ કરવાનો ઈરાદો.
3. એક સ્ત્રી એક મોટરની નીચે આવી ગઈ પણ તેને વધારે વાગ્યું નહિ. મોટર ચલાવવાવાળી સ્ત્રી ત્યાંથી ભાગી ગઈ. આથી પોલીસે પેલી સ્ત્રીને પૂછ્યું : ‘શું તમે મોટરનો નંબર જોયો છે ?’ ‘જી નહિ, કારણ કે મોટર તો આંધીની જેમ આવીને ચાલી ગઈ. પરંતુ તેણે લીલી સાડી, સફેદ બ્લાઉઝ અને કાનમાં સુંદર ઝૂમખાં પહેર્યા હતા. તેના ગળાનો નેકલેસ ખૂબ જ સુંદર હતો. કપાળ પર સુંદર બિંદી અને હાથની ચૂડી ખૂબ જ સુંદર હતી અને………
4. નોકર(અભિનેત્રીના પતિને): ‘બસ, શ્રીમાન ! હવે મને છૂટો કરો. હું શેઠાણી સાથે નહિ રહી શકું ? અભિનેત્રીનો
પતિ : ‘શું શેઠાણી તને ખૂબ હેરાન કરે છે ? ‘જી હા, ‘
નોકરે જતા – જતા કહ્યું,
તે જાણતી નથી કે મારી નોકરી ટેમ્પરરી છે. હું ગમે તે સમયે છોડી શકું છું. એ તો મારા ઉપર એવો રોફ જમાવે છે, મને એમ હુકમ આપે છે કે જાણે હું તમે ન હોઉં? શેઠ! તમારી પેઢીમાં તમે કુંવારાને કદી નોકરીએ રાખતા નથી અને ફક્ત પરણેલાઓને જ રાખો છો, એનું શું કારણ?
‘વાત એમ છે કે…….’ શેઠે મંદ મંદ હસતા જવાબ વાળ્યો, ‘ પરણેલાઓ સામે ગમે તેટલી રાડો પાડો તો ય એ ખીજાય જતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.