- એક કંજૂસ માણસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. એની સાથે સામાનમાં એક બહુ મોટો થેલો હતો. રસ્તામાં ટિકીટ તપાસનાર આવ્યો. એણે કહ્યું : ‘આ થેલો તો ઘણો વજનદાર લાગે છે. આ સામાન મફતમાં નહિ લઇ જઈ શકો. તમારે આના પૈસા ભરવા પડશે ! ‘કેટલા ?’ કંજુસે પૂછ્યું.
‘પૂરી એક ટિકીટ જેટલા.’ ટિકીટ ચેકરે કહ્યું. આ સાંભળીને પેલા કંજુસે થેલા ભણી જોઇને કહ્યું : ‘દેવીજી ! બહાર નીકળી આવો. પૂરી ટિકીટ જ આપવાની હોય તો બંધ થેલામાં રહી મુસાફરી કરવાની જરૂર શું છે ?
2. કરસનકાકા મોડી રાત્રે એક અંધારા રસ્તા પરથી જઈ રહ્યા હતા. ત્યાં બે ગુંડાઓએ એમને આંતરી લીધા. એકે કહ્યું : ‘તમારા ગજવામાં દસ પૈસાનો એકાદ સિક્કો હોય તો આપશો ?’ દસ પૈસાથી કામ પતી જતું જોઈ કરસનકાકા હરખાયા. તેમણે ગુંડાના હાથમાં એ સિક્કો મુક્યો અને કહ્યું : ‘કંઈ નહિ ને દસ પૈસા કેમ માંગ્યા ? ‘હું અને મારો સાર્ગીદ સિક્કો ઉછાળીને નક્કી કરવા માંગીએ છીએ કે કોણે તમારી ઘડિયાળ રાખવી અને કોણે તમારું પાકિટ રાખવું ?
3. એકવાર ત્રણ પ્રોફેસરો સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા વાતો કરી રહ્યા હતા. વાતચીતમાં તેઓ એવા તલ્લીન થઇ ગયા કે ટ્રેન આવી તેનો અવાજ પણ કોઈને સંભળાયો નહીં. ટ્રેન ઉપડી ત્યારે અચાનક એક પ્રોફેસરે ચમકીને કહ્યું : ‘અરે ! ગાડી આવી……ને ઉપડી …..’ ત્રણે ટ્રેન પકડવા દોડ્યા. તેમાંથી બે જણ ટ્રેન પકડી શક્યા. એક જણ રહી ગયો. બાજુમાં ઉભેલા એક ભાઈએ તેને આશ્વાશન આપ્યું : ‘કંઈ નહિ. તમારા બે મિત્રો તો ટ્રેનમાં ચડી શક્યા ને ! પ્રોફેસરે કહ્યું : ‘ પણ એ બે જણા તો મને વળાવવા આવ્યા હતા. બે દારૂડિયા માણસો ખૂબ જ મોજમાં બેઠા હતા. એકે કહ્યું : ‘ હું આવતીકાલે હિન્દુસ્તાનનો વડાપ્રધાન બનવાનો છું. બીજાએ કહ્યું : ‘હવા ખા, હવા. પહેલો : ‘એટલે તું શું કહેવા માંગે છે ? બીજો : ‘કહેવા એ માંગું છુ કે હિન્દુસ્તાનના વડાપ્રધાન બનવાનું તારું સ્વપ્ન ક્યારેય પૂરું નહિ થાય. પહેલો : ‘કેમ ?’
બીજો : ‘ફળીભૂત એમ નહિ થાય. તું હિન્દુસ્તાનનો વડાપ્રધાન ત્યારે બની શકે કે જયારે હું રાજીનામું આપીને ખુરશી ખાલી કરું, પણ હમણાં મારી ઈચ્છા રાજીનામું આપવાની નથી.
3. ન્યાયાધીશ : ‘ પણ એ તો કહે તે ઝવેરીની દુકાનના શો – કેશમાં મૂકેલો મોતીઓનો હાર શા માટે ચોર્યો ?
ગુનેગાર : ‘ત્યાં લખેલું હતું કે_ ‘સામે આવેલી તકને જતી ન કરશો.’ ને મેં એ તકને ઝડપી લીધી. ન્યાયાધીશે કહ્યું : ‘તમે કહો છો કે આ માણસે તમારા ઘરમાં ચોરી કરી છે. તો તમે એના ઘરમાંથી મળી આવેલા મુદ્દામાલમાંથી તમારી પોતાની વસ્તુ ઓળખી શકશો ? ફરિયાદી : ‘જી, હા. પેલા લીલા રંગનો રૂમાલ મારો છે. ન્યાયાધીશ : એ કંઈ સાચો પુરાવો નથી. એવો જ લીલા રંગનો રૂમાલ મારી પાસે પણ છે. ફરિયાદી : હોઈ શકે, સાહેબ ! મારા ઘરમાંથી એવા જ એક સરખા બે રૂમાલ ગુમ થયા છે.
4. પરેશને બઢતી મળી. અને કર્મચારીમાંથી મેનેજર બની ગયો. કામમાં વીજળીની જેમ ઝડપ લાવવા માટે એણે પ્રત્યેક વિભાગમાં બોર્ડ મુકાવી દીધાં – ‘કાલ કરે સો આજ કર. અને એ બોર્ડની બહુ સરસ ઝડપી અસર થઇ. પટાવાળાએ બહુ જીદ કરીને બધી ચડેલી રજા માંગી. ડિસ્પેચ કારકુને તરત રાજીનામું આપી દીધું. સ્ટેનોગ્રાફર એના પ્રેમી સાથે ભાગી ગઈ અને ઉઘરાણી કારકુન લાપત્તા થઇ ગયો.
5. એક : ‘ ચાલ, ભાઈ ! આપણે અહીંથી રફુચક્કર થઇ જઈએ. જો સામેથી પેલો જાડિયો માણસ આવે છે. એ મારી પાસે પચ્ચાસ રૂપિયા માંગે છે. તે ઉઘરાણી કરશે.’ બીજો : ‘કંઈ ગભરાવાની જરૂર નથી, મિત્ર. મને જોઇને તે પોતે જ છટકી જશે. કારણ કે હું એની પાસે બસો રૂપિયા માંગું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.