સુરત રત્નકલાકાર: ‘હું મંદીથી કંટાળી ગયો છું અને મે દવા પીઈ લીધી છે.’

સુરતના હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. 2008માં આવેલી મંદી કરતા પણ વધારે ખરાબ હાલત જોવા મળી રહી છે. મંદીની અસર લાગતા…

સુરતના હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. 2008માં આવેલી મંદી કરતા પણ વધારે ખરાબ હાલત જોવા મળી રહી છે. મંદીની અસર લાગતા મોટાભાગના નાના-નાના હીરાના ખાતાઓ બંધ થઇ ગયા છે. જેના કારણે હીરામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા લોકોને પોતાના પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું તે સવાલ હેરાન કરી રહ્યો છે. મંદીના માહોલમાં રત્નકલાકારોને છૂટા કરવાનો સિલસિલો શરૂ કરી દેવામાં આવ્યો છે.

સુરતમાં છેલ્લા દોઢ મહિનામાં જ 17 હીરાની કંપનીઓને તાળા લાગી ગયા છે અને આ કંપનીમાં કામ કરતા તમામ રત્નકલાકારો બેરોજગાર બની ચુક્યા છે અને જે રત્નકલાકારો કામ કરી રહ્યા છે તેને પણ થોડું-થોડું કામ મળી રહ્યું છે. જે કર્મચારીઓને એક દિવસના 500 થી 700 રૂપિયાનું કામ મળતું હતું, તેવા કર્મચારીઓ આજે 200 થી 300 રૂપિયાનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. તદ ઉપરાંત ઘણા હીરાના નાના કારખાનેદારોને પોતાના ખાતાઓ બંધ કરવાની ફરજ પડી છે.

આ ભયંકર મંદીથી કંટાળીને સુરતના વધુ એક રત્નકલાકારે આત્મહત્યા કરી છે. એક રિપોર્ટ અનુસાર સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી શ્યામધામ સોસાયટીમાં રહેતા રાજુ ખેની નામના રત્નકલાકારે આર્થિક સંકળામણના કારણે BRTS રોડ પર આવેલી કેનાલ પાસે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો હતો. રાજુ ખેનીએ આપઘાત કરતા પહેલા તેના એક પરિજનને ફોન કરીને કહ્યું હતું કે, હું કંટાળી ગયો છું અને મેં દવા પીધી છે. મળતી માહિતી અનુસાર, રાજુ ખેની વર્ષોથી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. રાજુ દર મહિને 25 હજાર રૂપિયાનું કામ કરતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ હોવાના કારણે રાજુ માંડ માંડ 10 હજાર રૂપિયાનું કામ કરી શકતો હતો.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કેટલીક કંપનીઓમાં મીની વેકેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દિનપ્રતિદિન હીરાની કંપનીઓમાંથી કર્મચારીઓને છૂટા કરવાનો દોર પણ શરૂ થઈ ગયો છે. છૂટા કરાયેલા કર્મચારીઓમાં કેટલાક કર્મચારીઓ કંપની સાથે વર્ષોથી સંકળાયેલા હોવા છતાં મંદીના માહોલમાં તેમને છૂટા થવાનો વારો આવ્યો છે. ત્યારે કર્મચારીઓને પણ ચિંંતા સતાવી રહી છે કે, તેઓ હવે તેમના પરિવારજનોનું ભરણપોષણ કેવી રીતે કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *