સુરત(Surat): શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU) હેઠળ અલગ અલગ કોલેજોમાં લેવામાં આવેલ પરીક્ષા દરમિયાન બીકોમના સેમેસ્ટર સિક્સમાં ચેન્કીંગ દરમિયાન લોચો મારવામાં આવેલ હોય તે પ્રકારના આક્ષેપ વિધાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
વિદ્યાર્થીઓના કહ્યા અનુસાર, બીકોમના છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાની ઉતરવહીમાં ચેકિંગ દરમિયાન કઈ ભૂલ થઇ છે. જેને લઈને કેટલાય વિધાર્થીઓને કેટી આવી છે. વધુમાં જણાવતા કહ્યું છે કે, હોશિયાર વિધાર્થીઓને પણ ધાર્યા માર્ક્સ ન આવતા વિધાર્થી સંગઠનમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ત્યારે આ મુદ્દાને લઈને ગઈકાલે એટલે કે, 14 જૂન 2022 ના રોજ ક્રાંતિકારી સ્ટુડન્ટ યુનિયન દ્વારા બીકોમના છઠ્ઠા સેમેસ્ટરમાં ભૂલ થયેલી હોય તે અંગે અરજી આપવામાં આવી હતી અને તેનો જવાબ લેવા ગયા હતા પરંતુ હજી સુધી કોઈ જવાબ વિધાર્થીઓને મળ્યો નથી.
જણાવી દઈએ કે, રજીસ્ટર સાહેબે એક થી બે દિવસની મુદત માગી અને ક્રાંતિકારી સ્ટુડન્ટ યુનિયન દ્વારા કહેવામાં આવ્યું કે રીચેકીંગ ફી ના લેવામાં આવે અને આખા દક્ષિણ ગુજરાતની તમામ કોલેજ ના વિદ્યાર્થીઓનું પેપર ચેકીંગ કરવામાં આવે અને આ અંગે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં આવે. ક્રાંતિકારી સ્ટુડન્ટ યુનિયન દ્વારા આખા ગુજરાતમાંથી કુલ 51 અરજીઓ આપવામાં આવી છે. ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે, શું વિદ્યાર્થીઓના આ મુદ્દાનો કોઈ હલ આવે છે કે નહિ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
One Reply to “બીકોમના છઠ્ઠા સેમેસ્ટરના પેપર ચેકિંગમાં ગોટાળો? ક્રાંતિકારી સ્ટુડન્ટ યુનિયન દ્વારા VNSGU ખાતે નોંધાવ્યો વિરોધ”