એટા માં એક શહિદ ના ઘરે થયો દીકરાનો જન્મ. જમ્મુ કાશ્મીર માં પાકિસ્તાની સેના દ્વારા થયેલા હુમલામાં એટા ના રાજેશ યાદવ શહિદ થઇ ગયેલા. આ હુમલો ૫ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ થયેલો.
હુમલા દરમિયાન રાજેશ ની પત્ની રિના ગર્ભવતી હતી. પતિ ની શહીદી ના ત્રણ મહિના બાદ રિના એ એક પુત્ર ને જન્મ આપ્યો જેથી ઘરમાં બધી જ ખુશી પાછી આવી ગઈ. ઉલ્લેખનીય છે કે રાજેશ પોતાના માતા પિતાના એક ના એક સંતાન હતા. શહિદ ની પત્ની એ દરેક ભારતીયનું દિલ જીતી જાય એવું નિવેદન આપ્યું.
‘તેના પિતા નો બદલો લેવા દીકરા ને પણ સેના માં મોકલીશ’. શહિદ ના પિતા નું કેવું છે કે પોતાના લાડલા દીકરા ની કમી તો પુરી નય થાય, પરંતુ તેમને આ પૌત્ર માં પણ પોતાનો દીકરો જ દેખાય રહ્યો છે. પરિસ્થિતિ પ્રમાણે હાલ ના સમય દરમિયાન આખા દેશ ના લોકોમાં સી.આર.પી.એફ ના જવાનો ની શહીદી ને લઈને આક્રોશ અને શોક નો માહોલ છે.
આવા માહોલ ને કારણે દેશ ના દરેક બાળક ને પણ પોતાના જવાનો ની શહીદી નો બદલો લેવાની તત્પરતા છે. ભારત સરકારે પણ આતંકવાદી હુમલા બાદ કડક કાર્યવાહી સ્વરૂપે પાકિસ્તાન ને વેપાર ક્ષેત્રે અપાતો મોસ્ટ ફેવરેડ નેશન નો દરજ્જો પાછો ખેંચી લીધો છે. આ સાથે જ ભારતીય સેના ને પણ વળતો જવાબ આપવા માટે પુરી છૂટ આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.