… તો રિલાયન્સ કોમ્યુનિકેશનના માલિક અનિલ અંબાણી ને જવું પડશે જેલ- વાંચો સંપૂર્ણ વિગતો

Published on Trishul News at 3:19 PM, Wed, 20 February 2019

Last modified on February 20th, 2019 at 3:19 PM

રિલાયન્સ ગ્રુપના પ્રમુખ અનિલ અંબાણીને એક તરફ જ્યાં રાફેલ વિવાદને લઇને વિપક્ષ ઘેરી રહી છે ત્યાં હવે કોર્ટની અવમાનના કરવા બદલ જેલ જવું પડશે. દેશની સર્વૌચ્ચ કોર્ટે એરિક્સન ઇન્ડિયાની અરજી પર અનિલ અંબાણીને કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ દોષી ઠેરાવ્યાં છે. કોર્ટે આ કેસમાં અનિલ અંબાણી ઉપરાંત કંપનીના ગ્રુપના બે ડાયરેક્ટરને પણ દોષી ઠેરાવ્યાં છે.

કોર્ટે અનિલ અંબાણીને આકરા શબ્દોમાં એરિક્સન ઇન્ડિયાને 4 અઠવાડિયાની અંદર 453 કરોડની બાકી રહેલી રકમ ચૂકવવા આદેશ આપ્યો છે. સાથે જ તે પણ કહેવામાં આવ્યું છે કે સમયસીમાની અંદર જો બાકી રહેલી રકમ નહીં ચૂકવવામાં આવે તો ત્રણેયને ત્રણ-ત્રણ મહિનાની જેલની સજા પણ થશે. સુપ્રીમ કોર્ટે ત્રણેય પર કોર્ટના આદેશના અનાદર બદલ એક-એક કરોડનો દંડ પણ ફટકાર્યો છે.

રિલાયન્સ કોમ્યુનિકેશનના માલિક અનિલ અંબાણી તરફથી કોર્ટમાં હાજર થયેલા વરિષ્ઠ વકિલ મુકુલ રોહતગીએ કહ્યું, ‘‘અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સમ્માન કરી છીએ. મને આશા છે કે આરકોમ કોર્ટના આદેશનો આદર કરશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ રિલાયન્સ કમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણી એરિક્સન ઈન્ડિયા તરફથી દાખલ કરવામાં આવેલી કોર્ટની અવમાનના સંબંધી અરજીના મામલે 12 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં રજૂ થયા હતા. એરિક્શનનો આરોપ છે કે આરકૉમે રિલાયન્સ જીયોએ પોતાની સંપત્તિ વેચવા છતાં પણ અત્યાર સુધી તેમનો 550 કરોડ રૂપિયા ભોગવવા પડ્યા નહીં. સુપ્રીમ કોર્ટ તરફથી 23 ઓક્ટોબરે આપવામાં આવેલા આદેશમાં રિલાયન્સ કમ્યુનિકેશન્સને એરિક્સન ઈન્ડિયાને 15 ડિસેમ્બર સુધી ક્લીયર કરવા માટે કહ્યુ હતુ. સાથે જ મોડાઈમાં થયેલી ચૂકવણી પર 12 ટકાના દરથી વ્યાજ આપવાની વાત કહી હતી.

રિલાયન્સ તરફથી નક્કી તારીખે ચૂકવણી ના કરવા પર એરિક્સને સુપ્રીમ કોર્ટને કહ્યુ, ન્યાયાલયના ધ્યાનમાં લેવામાં આવી રહ્યુ છે કે પ્રતિવાદીએ આદેશ અનુસાર 550 કરોડ રૂપિયાની ચૂકવણી કરી નથી. એરિક્સન તરફથી આપવામાં આવેલી અરજીમાં અનિલ અંબાણી અને બે અન્ય વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની સાથે જ તેમને ચૂકવણી કરવા સુધી સિવિલ જેલમાં રાખવાની માગ કરી હતી.

Be the first to comment on "… તો રિલાયન્સ કોમ્યુનિકેશનના માલિક અનિલ અંબાણી ને જવું પડશે જેલ- વાંચો સંપૂર્ણ વિગતો"

Leave a comment

Your email address will not be published.


*