ઇલેક્ટ્રિક કાર લેવાના સપના જોતા હોવ તો આ વિડીયો ખાસ જુઓ

આજકાલના જમાનામાં લોકો મોટા ભાગે ઇલેક્ટ્રિક વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે અમુક લોકો ઇલેક્ટ્રિક કાર લેવાના પણ સપના જોતા હોય છે. પરંતુ ઇલેક્ટ્રિક કાર સામાન્ય કાર કરતા જોખમી હોવાનું સામે આવી રહ્યું છે. 25 જાન્યુઆરી, 2021 ના ​​રોજ ઇલેક્ટ્રિક કારમાં ચાર્જ કરતી વખતે ઇલેક્ટ્રિક કારમાં આગ લાગી હોવાનો એક રસપ્રદ વિડિઓ તાજેતરમાં જ ચાઇનીઝ વેઇબો પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

મીડિયા અહેવાલો અનુસાર, આ કાર ચેરી એરિઝો ઇ મોડેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. મોટાભાગે આ કાર રાઇડ-હોલિંગ સેવા માટે વપરાય છે. આ કાર 54.3 કેડબ્લ્યુએચની CATL બેટરી સેલ્સ (એનસીએમ પ્રકાર) થી સજ્જ છે. તેમ છતાં કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કાર ચાર્જીંગ કરવા માટે કાર ચાર્જિંગ સ્ટેશનથી કનેક્ટ કરવામાં આવી હતી.

કાર ચાર્જિંગ સ્ટેશનથી કનેક્ટ કરતા અડધી કારની બેટરી ચાર્જ પણ થઈ ચુકી હતી. તે દરમ્યાન અચાનક કારમાં આગ ભભૂકી ઉઠી હતી. કારમાં આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાવા લાગ્યો હતો. સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડને જાણ થતા ઘટના સ્થળે પહોચી ગયા હતા. ત્યાં સુધી કારમાં આગ ફેલાવાનું શરુ રહ્યું.

અત્રે ઉલેખનીય છે કે, સદનસીબે વિસ્ફોટ થાય તે પહેલા જ પેસેન્જર કારમાંથી નીચે ઉતર્યો હતો. કારમાં બેસેલા પેસેન્જરને કોઈને ઇજા થઈ નથી. જો તે વ્યક્તિ એક મિનિટ વધુ વાહનમાં રોકાઈ જાય તો તે વિસ્ફોટના કારણે મૃત્યુ પામવાની શક્યતા પણ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *