તાપીના પ્રવાહની જેમ વધી રહ્યા છે સુરતીઓના ધબકારા- ઉકાઈમાંથી છોડાયું 2 લાખ ક્યુસેક પાણી, તંત્રએ આપ્યું એલર્ટ

સુરત: છેલ્લા થોડા દિવસથી અવિરતપણે વરસી રહેલા વરસાદે (Heavy Rain) ગઈકાલે સમગ્ર સુરત (Surat) શહેર (City) માં વિરામ લીધો હોય એવું જણાઈ રહ્યું છે. ઉકાઈ (Ukai) ના ઉપરવાસમાં પણ વરસાદનું પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે ત્યારે ડેમમાં પાણીની આવક ફક્ત 2,07,249ક્યુસેક છે કે, જેથી ડેમની સપાટીમાં વધારો થઈને 342.20 ફૂટે પહોંચી છે.

ડેમની સપાટી જાળવી રાખવા માટે આવક જેટલું જ પાણી 2,07,249 ક્યુસેક પાણી છોડી દેવામાં આવ્યું છે. શહેરમાં તાપી નદી બન્ને કાંઠે વહેતી થઈ છે કે, જેથી અડાજણ પાસેના રેવા નગરમાં પાણી ભરાવાનું શરૂ થતાં નીચાણવાળા વિસ્તારમાંથી અમુક પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

આની સાથે જ જરૂર જણાઈ આવે તો બીજા લોકોને પણ સ્થાળાંતર કરીને સરકારી શાળામાં આશ્રય આપવાની સુવિધા કરી દેવામાં આવી છે. જયારે બીજી બાજુ ખાડી પૂરની સ્થિતિ સર્જાય તો ખાડી કિનારેથી પણ લોકોને સલામત રીતે સ્થળાંતરિત કરવાની પાલિકાએ તૈયારી કરી દીધી છે. દર કલાકે ઉકાઈના આંકડા જાહેર થતાં હોવાથી લોકોના પણ ધબકારા વધ-ઘટ થઈ રહ્યાં છે.

પાલિકાએ તૈયારી તેજ કરી:
ઉકાઇ ડેમમાંથી જ્યારે પણ 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે ત્યારે સેન્ટ્રલ ઝોન તથા રાંદેર ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં હોય છે. હાલમાં ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તે 2.72 લાખ ક્યુસેક જ છે. જેને લીધે અડાજણ વિસ્તારના રેવાનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા દહેશત જોવા મળી રહી છે.

આની સાથોસાથ જ આવી સ્તિથી સર્જાતા કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા રેવા નગરમાં રહેતા કેટલાક પરિવારોને સ્થળાંતરિત કરીને પાસેની સરકારી શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે કે, જ્યાં તેમને રહેવાની તથા જમવાની સુવિધા કરી આપવામાં આવી છે.

કન્ટ્રોલ રૂમમાં ધમધમાટ:
ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવતું પાણી 1 લાખ ક્યુસેકની આસપાસ ન રહે ત્યાં સુધી લોકોના જીવ પડીકે બંધાઈ રહે છે. જ્યારે પણ આવી સ્થિતિ સર્જાતી હોય ત્યારે શહેરમાં ખાડી પૂર તથા નદીની આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની શક્યતા વધી જતી હોય છે.

વહીવટીતંત્ર પણ હાર્ટ એલર્ટ સ્થિતિમાં રહેલું કે ત્યારે જિલ્લા સેવા સદન તથા કોર્પોરેશનનો કંટ્રોલરૂમ સતત ધમધમી રહ્યો છે. ગઇકાલે જ મોડી રાત્રિએ મેયર સહિતના અધિકારીઓની ટીમ દ્વારા અસરગ્રસ્ત થઈ શકે તેવા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી.

બે દિવસ શાળામાં રહેવા સૂચના-સ્થળાંતરિત:
અડાજણના રેવાનગરના રહેવાસીઓને મુકેશભાઈ જણાવે છે કે, મારુ ઘર તાપીકાંઠે પહેલા નંબરનું છે. જ્યારે પણ ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે મારા વિસ્તારમાં તેની અસર વર્તાઈ છે. ઉકાઇ ડેમમાં જયારે 3 લાખ ક્યુસેક કરતા વધુ પાણીની આવક હતી ત્યારે અમે સૌ સમજી ગયા હતા કે, હવે ઉકાઇ ડેમમાંથી 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે.

કોર્પોરેશનના અધિકારીઓ દ્વેરા જે રીતે સૂચના અપાતી હોય છે તે પ્રકારે અમે આગળ વધતા હોઈએ છીએ. ગઈકાલે રાત્રે અમારા આજુબાજુના કેટલાક લોકોને સ્થળાંતર જ કરી દેવામાં આવ્યા છે. અણી સાથોસાથ જ હજુ પણ 2 દિવસ સુધી અમને ત્યાં રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *