ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022) જીતવા માટે રાજકીય પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહી છે. ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) અને આમ આદમી પાર્ટી(AAP) એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થતા ઘણી જગ્યાએ નરાજગી જોવા મળી રહી છે. આ વચ્ચે વડોદરા(Vadodara)માં ભારતીય જનતા પાર્ટીએ વાઘોડિયા(Vaghodia)ના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ(Madhu Srivastava)ને ટિકિટ આપવામાં આવી ન હતી. હવે મધુ શ્રીવાસ્તવે ભાજપ સામે બળવો કરી દીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે તેમની સાથે વડોદરા એરપોર્ટ પર મુલાકાત કરી હતી. નારાજ મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે સીઆર પાટીલએ તેમને એરપોર્ટ બોલાવ્યા હતા. બંને વચ્ચે એક કલાકથી વધુ સમય બેઠક ચાલી હતી. આ બેઠકમાં મધુ શ્રીવાસ્તવને મનાવવા માટેની ચર્ચા થઇ હતી. પરંતુ સીઆર પાટીલનો આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો.
મળતી માહિતી અનુસાર, કાર્યકર્તાઓની વચ્ચે મધુ શ્રીવાસ્તવ દ્વારા રાજીનામાની જાહેરાત કરવામાં આવી છે. મધુ શ્રીવાસ્તવએ કહ્યું કે ભાજપ માટે તન, મન અને ધનથી કામ કર્યું છે. મારી ટિકિટ કપાતા કાર્યકર્તાઓમાં ભારે રોષ છે. તેમણે વધુમાં કહ્યું છે કે, પાંચ ટર્મ સુધી સેવા કરવાની તક આપી તે માટે ભાજપનો આભાર છે, મને કોઇ મનાવવા આવ્યા નથી. 500 કાર્યકર્તાઓ સાથે રાજીખુશીથી ભાજપમાંથી રાજીનામું આપું છું. મધુ શ્રીવાસ્તવે જાહેરાત કરતા જણાવ્યું કે, હવે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.