સુરત(Surat): ભાજપ(BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા(JP Nadda) 7 મેના રોજ કડોદરા(Kadodra) પહોંચવાના છે, જેના માટે કડોદરામાં બેનરો લગાવવામાં આવ્યા હતા. ત્યારે હવે આ બેનરો અજાણ્યા શખ્સો દ્વારા તોડી અને ફાડી નાખવામાં આવતા રાજકારણ ગરમાયું છે. મળતી માહિતી અનુસાર, બાઈક પર આવેલા અજાણ્યા શખ્સો દ્વારા આ બેનરો ફાડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અંગેના દ્રશ્યો સીસીટીવી(CCTV) કેમેરામાં કેદ થઇ જવા પામ્યા છે.
મળતી માહિતી મુજબ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 7 મે ના રોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે આવવાના હોવાને કારણે સુરત જિલ્લા ભાજપ દ્વારા તેમના ભવ્ય સ્વાગત માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સુરત જિલ્લા ભાજપ દ્વારા કડોદરા ખાતે ગઈકાલના રોજ પલસાણાના હરિપુરા ગામના પાટિયાથી કડોદરા ચાર રસ્તા સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પાર્ટી અધ્યક્ષને સ્વાગત કરતા બેનરો લગાવવામાં આવ્યા હતા. પરંતુ બુધવારના રોજ મળસ્કેના સમયે અઢી થી ત્રણ વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આ બેનરો ફાડી નાખવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર ઘટના હાઈવેની બાજુની એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. મોટરસાઇકલ પર આવેલ કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા આ આ બેનરો ફાડી નાખવામાં આવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવે તે પહેલા જ બેનરો ફાટતાં સુરત જિલ્લાનું રાજકારણ ગરમાય ગયું છે. સમગ્ર ઘટના અંગે કડોદરા ભાજપ સંઘઠન દ્વારા પોલીસ ફરિયાદની તૈયારી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.