એક સમયે અમિત શાહથી માંડીને ઘણા નેતાઓ જે IPS થી ડરતા હતા, તે ઓફિસર થયા નિવૃત્ત- જાણો દેશ માટે તેમણે…

હાલમાં કોરોના વાઈરસ ગુજરાતમાં પોતાનો કાળો કહેર વર્તાવી રહ્યો છે. આ ખરાબ પરિસ્થિતિમાં પણ પોલીસ અધિકારીઓ પોતાની ફરજ નિર્માની પણે બજાવી રહ્યા છે. ગુજરાત પોલીસના અનેક પોલીસ અધિકારીઓ સાથે અનેક ગુંડાઓને ઠાર મારવાની અને પોલીસ અધિકારીઓ તરીકે કરેલા કામની બહાદુરીની કથાઓ સંકળાયેલી છે. આજે અમે અહી એવા જ એક બહાદુર પોલીસકર્મી ની વાત કરવા જે રહ્યા છીએ.

1985 બેંચના આઈપીએસ અધિકારી એ કે, સુરોલીયાના નામનો જયારે પણ ઉલ્લેખ થાય ત્યારે અમદાવાદના ગેંગસ્ટર અબ્દુલતીફનો ચોક્કસ ઉલ્લેખ થાય છે. એ કે સુરોલીયાનું નામ સાંભળતા જ તે જમાનામાં લતીફ ગેંગને ઉભા ઉભા લધુશંકા થઈ જતી હતી. તે વાત સાચી છે. પણ ગુંડાને ડરાવવો કોઈ બહાદુરી નથી. કારણ ગુંડો કાયમ જ ડરપોક હોય છે પણ સત્તા ઉપર રહેલા નેતાઓને પણ જે પોલીસ અધિકારીના નામનો ખૌફ લાગતો હોય તેવા પોલીસ અધિકારીઓ આપણને બહુ ઓછા મળ્યા છે. તે પૈકી એ કેક એટલે સુરોલીયા. સુરોલીયાનો સરકારી નોકરીનો શનિવારે છેલ્લો દિવસ હતો.તેઓ વય મર્યાદાને કારણે નિવૃ્ત્ત થયા છે.

1990ના દસકામાં ગુજરાતમાં ચીમનભાઈ પટેલની સરકાર હતી ત્યારે લતીફ અને તેની ગેંગે માથુ ઉચકયુ હતું, ગુજરાતના પોલીસ અધિકારીઓ જાણતા હતા કે લતીફ ઉપર ચીમનભાઈ પટેલ સરકારના ચાર હાથ હોવાને કારણે પોલીસ અધિકારીઓ દરિયાપુરના પોપટીયાવાડ તરફ માથુ કરી સુતા પણ ન્હોતા. ત્યારે અમદાવાદમાં એ કે સુરોલીયા,ગીથા જોહરી,આશીષ ભાટીયા, એ કે સિંગ, સતીષ વર્મા અને પી કે ઝા જેવા આઈપીએસ અધિકારીઓ આવ્યા જેમણે લતીફને પડકારી આડકતરી રીતે ચીમનભાઈ પટેલને પડકરાવાની હિંમત કરી હતી. 1993માં અમદાવાદમાં ફાટી નિકળેલા કોમી તોફાન કાબુમાં નહીં આવતા ચીમનભાઈ પટેલ સરકારમાં નંબર 2નું સ્થાન ધરાવતા નરહરી અમીને સુરોલીયાને બોલાવ્યા હતા.

અમદાવાદના તોફાનો કેવી રીતે કાબુમાં આવશે તેવો પ્રશ્ન નરહરી અમીન દ્વારા પુછવામાં આવ્યો. સુરોલીયાએ જરા પણ વિચલીત થયા વગર કહ્યુ જયાં સુઘી મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની ઓફિસમાંથી તોફાનીઓને છોડાવવા માટે ફોન બંધ નહીં થાય ત્યાંં સુધી તોફાન ચાલુ રહેશે. જો કે ત્યારે નરહરી અને ચિમનભાઈમાં સાચુ સાંભળવાની ક્ષમતા હતી. ચિમનભાઈએ ખાતરી આપી કે 72 કલાક સુધી તેમની ઓફિસ કોઈ પોલીસ સ્ટેશનમાં ફોન કરશે નહી અને સુરોલીયાએ 48 કલાકમાં તોફાન બંંધ કરાવી દીધા હતા.

2002માં અમદાવાદમાં કોમી તોફાન દરમિયાન રાણીપ બકરમંડી પાસે ધારાસભ્ય અમીત શાહ( ત્યારે તેઓ મંત્રી ન્હોતા) અને એ કે સુરોલીયા સામ-સામે આવી ગયા. પણ સુરોલીયાના તૈવર જોઈ અમીત શાહ સમજી ગયા કે હવે રોકાવવામાં માલ નથી. આમ એક તબ્બકે અમીત શાહના મનમાં પણ ડર ઉભો થઈ ગયો હતો.જો કે ત્યાર બાદ અમીત શાહ ગૃહમંત્રી થયા અને કહેવાય છે કે પ્રોટોકોલ પ્રમાણે અમીત શાહને સલામ કરવી પડે નહીં માટે સુરોલીયા ડેપ્યુટેશન ઉપર બીએસએફમાં જતા રહ્યા હતા. વર્ષો સુધી ત્યાં જ રહ્યા. અમીત શાહ મંત્રી થયા પછી અનેક બહાદુરી કરતા આઈપીએસ અમીત શાહની શરણમાં આવી ગયા. કારણ તેમને પોસ્ટીંગની ચીંતા હતી. આજે તે બધા આત્મા વેંચી મલાઈ ખાઈ રહ્યા છે. પણ બીએસએફમાંથી પરત આવ્યા પછી સુરોલીયા 12 વર્ષ સુધી એટીએસમાં સાઈડ પો્સ્ટીંગમાં રહ્યા અને 30મી મેના રોજ ત્યાંથી જ નિવૃ્ત્ત થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *