ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 40,008 અપમૃત્યુ અને આત્મહત્યાના કેસ નોંધાયા છે. જેમાંથી 33,324 કેસોની તપાસ પૂર્ણ થઈ છે. જ્યારે 7082 કેસની તપાસ ચાલી રહી છે. બે વર્ષના આંકડા જોતા રાજ્યમાં રોજના 55 લોકો અપમૃત્યુ અથવા આત્મહત્યા કરી જીંદગી ટૂંકાવે છે. આ ચોંકાવનારી માહિતી આજે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નોના લેખિત જવાબમાં ગૃહમંત્રીએ આપી હતી. જેમાં રાજકોટમાં સૌથી વધુ તો પાટણમાં સૌથી ઓછા કેસ છે.
સૌથી વધુ કેસ ધરાવતા પાંચ જિલ્લા
સૌથી વધુ આત્મહત્યા અને અપમૃત્યુના કેસ રાજકોટમાં 5140 નોંધાયા છે. જ્યારે બીજા નંબરે રહેલા અમદાવાદમાં 4,332, ત્રીજા નંબર પર રહેલા વલસાડમાં 4,226, ચોથા નંબર પર રહેલા સુરતમાં 4,047 અને પાંચમાં નંબરે રહેલા જામનગરમાં 1763 અપમૃત્યુ અથવા આત્મહત્યાના કેસ નોંધાયા છે.
સૌથી ઓછા કેસ ધરાવતા પાંચ જિલ્લા
તો બીજી તરફ સૌથી ઓછા અપમૃત્યુ અને આત્મહત્યાના કેસ પાટણમાં 222 નોંધાયા છે. જ્યારે તેના પછી બીજાક્રમે ડાંગ(264), ત્રીજા ક્રમે મહિસાગર(270), ચોથા ક્રમે તાપી(286) અને પાંચમાં નબરે છોટાઉદેપુર(291) છે.
છેલ્લા બે વર્ષમાં 33 જિલ્લામાં નોંધાયેલા કેસો
જિલ્લો | 174 હેઠળ નોંધાયેલા કેસો |
તાપી | 286 |
ડાંગ | 264 |
મોરબી | 1077 |
રાજકોટ | 5140 |
જામનગર | 1763 |
દેવભૂમિ દ્વારકા | 785 |
જૂનાગઢ | 1524 |
ગીર સોમનાથ | 728 |
છોટા ઉદેપુર | 291 |
નર્મદા | 333 |
ખેડા | 377 |
મહિસાગર | 270 |
સુરત | 4047 |
વલસાડ | 4226 |
સુરેન્દ્રનગર | 679 |
અમરેલી | 846 |
ભાવનગર | 895 |
બોટાદ | 356 |
અરવલ્લી | 305 |
ગાંધીનગર | 1152 |
પોરબંદર | 481 |
બનાસકાંઠા | 529 |
મહેસાણા | 612 |
અમદાવાદ | 4331 |
વડોદરા | 1554 |
આણંદ | 1568 |
દાહોદ | 513 |
પંચમહાલ | 556 |
બનાસકાંઠા | 712 |
કચ્છ | 1580 |
પાટણ | 222 |
ભરૂચ | 973 |
નવસારી | 1032 |
કુલ | 40008 |
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.