કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં ભારે આંતક મચાવ્યો છે. ત્યારે હજુ પણ કેટલાક દર્દીઓ બેડ અને ઓક્સિજન જેવી સુવિધાઓના અભાવને કારણે મૃત્યુ પામી રહ્યા છે. કેટલાય પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે ઘણા લોકો પોતાની યથાશક્તિ મુજબ આગળ આવી રહ્યા છે અને સાથે તેમનાથી બને એટલી તમામ સહાય કરી રહ્યા છે. ત્યારે એક વૃદ્ધાએ મદદ કરવા માટે આગળ આવ્યા છે. જાણીએ વૃદ્ધા દ્વારા કેટલા રૂપિયાની સહાય આપવામાં આવી.
ઉત્તરાખંડના એક ૬૦ વર્ષના ઉદાર મહિલા એ આ કોરોનાકાળમાં લોકોની મદદ માટે આગળ આવ્યા છે. આ વૃદ્ધાએ પોતાના સમગ્ર જીવનની ભેગી કરેલી તમામ કમાણી આશરે ૧૦ લાખ રૂપિયા પીએમ કેર ફંડમાં દાન કર્યા છે.
ઉત્તરાખંડમાં રહેનાર આ ૬૦ વર્ષીય વૃદ્ધાનું નામે દેવકીજી છે. દેવકીજી એ જણાવતા કહ્યું હતું કે મારું બાળપણનું એક સપનું હતું કે હું દેશની સેવા કરું. મારા પિતા પણ આઝાદ હિન્દ ફૌઝ્માં હતા. લગ્ન પછી પણ પતિએ તમામ સમાજ સેવામાં તેમનો સાથ આપ્યો હતો. જેને લીધે આજે પણ ૬૦ વર્ષની ઉમરે પણ સમાજ તથા રાષ્ટ્ર પ્રત્યે પોતાની સેવા આપી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર દેવકીજી અવાર નવાર સામાજિક કાર્યોમાં આર્થિક મદદ કરતા રહે છે. દેવકીજીએ કેટલાક ગરીબ બાળકોને પણ પોતે ગોદ લીધા છે અને આ તમામ ગોદ લીધેલા બાળકોનો તમામ ખર્ચ પોતે જ ભોગવે છે.
ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે પણ દેવકીજીના આ લેવામાં આવેલ પગલાને કારણે ખુબ જ વખાણ કર્યા છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે લખ્યું છે કે, દેવકી દેવી ભંડારીજી આ રાશિદાન કરી અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રીમતી દેવકી જીનો આ સદભાવના માટે હાર્દિક આભાર. કોરોનાની આ મહામારીમાં લડવા માટે દરેક મદદ ખુબ જ ફાયદાકારક છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચુકેલા અને હાલમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. રમેશ પોખરિયાલે પણ દેવકી દેવીનું કામ ટ્વીટ કરીને તેના વખાણ કર્યા છે. ડો. રમેશ પોખરિયાલે ટ્વીટર પર ટ્વીટ કરતા લખ્યું છે કે, માતૃ શક્તિ આદરણીય દેવકી ભંડારીજીએ પીએમ મોદીના આહ્વાન પર પોતાના જીવનની સંપૂર્ણ સંચિત જમા પૂંજી રૂપિયા 10 લાખની ધન રાશી કોરોનાની ભયંકર બીમારી સામે લડવા માટે દેશ સેવામાં સમર્પિત કરી છે. હું દેવકીજીને પ્રણામ કરું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.