પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કોચ મિકી આર્થરનું જીવન નર્ક બની ગયું છે. વર્લ્ડકપ 2019માં પાકિસ્તાનની હારનું ઠીકરું આર્થરના માથે ફૂટ્યું અને તેમને કોચના પદેથી કાઢી મૂકવામાં આવ્યા છે. પાકિસ્તાનને તો પૂર્વ ક્રિકેટર મિસ્બાલ-ઉલ-હકના રૂપે નવો કોચ મળી ગયો, પરંતુ વ્યક્તિગત જીવન પણા અત્યારે વેરણછેરણ થઈ ગયું છે, પત્ની છોડીને જતી રહી છે અને જૂના સંબંધીઓએ પણ સાથ છોડી દીધો છે. ટુકમાં આ કોચનું જીવન બરબાદ થઇ ચુક્યું છે.
પાકિસ્તાની અખબાર જંગના રિપોર્ટર અબ્દુલ માજિદ ભટ્ટીના જણાવ્યા મુજબ મિકી આર્થરે આરોપ મૂક્યો હતો કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમના કારણે તેમનું પારિવારિક જીવન બરબાદ થઈ ગયું છે. આર્થરે તેમને કહ્યું કે, છેલ્લાં ત્રણ વર્ષથી પાકિસ્તાન ક્રિકેટા ટીમ માટે એટલું કામ કર્યું કે, પરિવારને થોડો પણ સમય ન આપી શક્યો, જેના કારણે પત્ની છોડીને ભાગી ગઈ.
જિયો સુપર ટીવી વેબસાઇટમાં છપાયેલ ન્યુજ મુજબ, જ્યારે પાકિસ્તાન ક્રિકેટા બોર્ડે મિકી આર્થરને તેમનો કૉન્ટ્રાક્ટ આગળા ન વધારવાની માહિતી આપી ત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયાં હતાં. આર્થરના તેની પત્ની સાથે વારંવાર ઝગડા થતા રહેતા હતા, જેના કારણે તે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ સાથે પણા ઝગડતા રહેતા હતા. અંતિમ દિવસોમાં મિકી ખૂબ જ પરેશાન હતા.
હાલમાં જ મિકી આર્થરે એમ પણ કહ્યું કે, તેમણે જે લોકો પર વિશ્વાસ મૂક્યો, તેમણે જ તેમને દગો આપ્યો. મિસ્બાહ અંગે પણ તેમણે નિવેદન આપ્યું હતું. હવે પાકિસ્તાનના કોચ પદ પરથી કાઢ્યા બાદ મિકી આર્થર ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિક ટીમ સેંટ્રલ સ્ટેગ્સનું કોચ પદ સંભાળી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.