આફ્રિકાએ જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય

દક્ષિણ આફ્રિકા પહેલીવાર વર્લ્ડકપમાં સતત બે મેચ હાર્યું છે. સાઉથૅંપ્ટન ની પીચ નંબર અગિયાર પર રમાશે આજનો મુકાબલો જ્યાં છેલ્લી પાંચ મેચોમાં એવરેજ સ્કોર 311…

દક્ષિણ આફ્રિકા પહેલીવાર વર્લ્ડકપમાં સતત બે મેચ હાર્યું છે. સાઉથૅંપ્ટન ની પીચ નંબર અગિયાર પર રમાશે આજનો મુકાબલો જ્યાં છેલ્લી પાંચ મેચોમાં એવરેજ સ્કોર 311 નો રહ્યો છે. સાઉથ આફ્રિકા માટે મોટો ઝટકો સામે આવ્યો છે ઇજાના લીધે બે સ્ટેન્ડ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે કીડી પણ બીજા ના લીધે આ મેચ નહીં રમી શકે.

વર્લ્ડ કપના સાતમા દિવસે ભારત અને દક્ષિણ આફ્રિકા સામે સાઉથહેમ્પટનથી ખાતે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત દક્ષિણ આફ્રિકા સામે પાંચમી વાર ટકરાશે. આ પહેલા 1992 ,1999 અને 2011માં દક્ષિણ આફ્રિકાએ બાજી મારી હતી. જ્યારે 2015માં ભારતને જીત હાંસલ થઈ હતી.

ભારત આજે વર્લ્ડ કપની પહેલી મેચ રમશે. પહેલા ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ત્રણે મેચમાં ભારત હાર્યું હતું અને આઈપીએલના માઇન્ડસેટ ને વન-ડેમાં કન્વર્ટ કરવું હોળીની સેના માટે થોડું અઘરું તો રહેશે. જોકે છેલ્લા બે વર્ષથી આફ્રિકા સામે ભારતનો હાથ ઉપર રહ્યો છે. તેમણે ગયા વર્ષે પાંચ એકથી સીરીઝ જીતી હતી. તે ઉપરાંત છેલ્લી પાંચ આઇસીસી ટુર્નામેન્ટની ભારત વિજય મેળવવામાં સફળ રહ્યું છે. 2012 અને 2014 t-20 વર્લ્ડ કપ,2013 અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2015 નો વર્લ્ડ કપ.

ભારતના પ્લસ અને માઇનસ પોઇન્ટ:

ભારતનું ટોપર તેની સૌથી મોટી તાકાત છે. રોહિત શર્મા શિખર ધવન અને વિરાટ કોહલી ભારતના 60 ટકાથી વધુ રન કરે છે. કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે ૨૪ મેચમાં 4 સદી અને છ અડધી સદી ફટકારી છે. તેની કરિયર એવરેજ તેમની સામે સૌથી વધુ છે. Jasprit bumrah નું ફોર્મ અને કેન્સઇન્ટનસી તેને વર્લ્ડ કપ નો સૌથી ઘાતક બોલર બનાવે છે. પોતાના પહેલા વર્લ્ડકપમાં તે મોટા સ્ટેજ ઉપર મા પ્રમાણે પ્રદર્શન કરવા માટે તૈયાર છે. નેટમાં પણ તે ની બોલિંગ જોતાં જણાય છે કે વિરોધી ટીમ માટે રણ કરવા સરળ નહીં હોય.

દક્ષિણ આફ્રિકાના પ્લસ અને માઇનસ પોઇન્ટ:

કવિન્ટન્ટ ડી કોકે ભારત સામે 12 મેચમાં પાંચ સદી અને એક અડધી સદી ફટકારી છે. તેનું ફોર્મ ટીમ માટે સારું પ્લેટફોર્મ તૈયાર કરી શકે છે. તે ઉપરાંત દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ પણ  સારી રિધમમાં છે. તેણેે છેલ્લી સાતમાંથી ચાર ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારી છે

ડેલ સ્ટેન અને લૂંગી કીડી આ મેચમાં નહીં રમે. તેમની ગેરહાજરીમાં દક્ષિણ આફ્રિકાની ટીમ એન્જિન વગર ની ગાડી જેવી છે. કગીસો રબાડા ઉપર બોલિંગની જવાબદારી વધી જશે, ટીમમાં તેના સિવાય અન્ય કોઇ જેન્યુઇન ફાસ્ટ બોલર નથી.

બન્ને ટીમોના લેખાજોખા સૌની સામે છે હવે જોવું એ રહ્યું કે શું ભારત પોતાની જીત નો આરંભ કરે છે કે દક્ષિણ આફ્રિકા પોતાની લાજ બચાવવા માટે આ મેચ જીતે છે એ આજે બપોરે દોઢ વાગ્યાથી ખબર પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *