Exam of Ramayana: બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તે માટે શાળાઓ દ્વારા અલગ અલગ પ્રવુતિઓ કરવામાં આવતી હોઈ છે.ત્યારે આજે વલસાડ જિલ્લામાં રામચરિત માનસ(Exam of Ramayana) પર બાળકો માટે પરીક્ષા યોજાઈ હતી.જે પરીક્ષામાં 50 શાળાઓમાંથી 8000થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.તેમજ આ સ્પર્ધાત્મક પરીક્ષામાં 70% વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને રામ ચરિત્ર માનસ પરિવાર દ્વારા 4 ધામની યાત્રા કરાવવામાં આવશે.
વલસાડ જિલ્લામાં યોજાઈ અનોખી પરીક્ષા
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ હવે સમગ્ર દેશ રામમય બની ગયું છે ત્યારે વલસાડ જિલ્લામાં રામાયણ વિષય પર અનોખી પરીક્ષા સ્પર્ધા યોજાઈ હતી. સમગ્ર દેશમા પેહલો પ્રયાસ ગુજરાતનાં વલસાડ જિલ્લાથી કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રામાયણ ઉપર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવા આવ્યું છે. જેમાં ભગવાન શ્રી રામ અને રામાયણ વિશે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જાણકારી મળે સનાતન ધર્મ શું છે. તેના વિશે વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રીરામના જન્મના બાલકાંડ વિશે પ્રશ્નાવલી કરવામાં આવી હતી
રામચરિત માનસ પરિવારના રામાનંદી પંથના કેવલ રામદાસ ત્યાગી મહારાજ દ્વારા યોજાયેલી આ પરીક્ષામાં વલસાડ જિલ્લના વિવિધ વિસ્તારોના 8000થી વધુ બાળકો એ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં રામાયણના ભગવાન શ્રીરામના જન્મના બાલકાંડ વિશે પ્રશ્નાવલી કરવામાં આવી હતી. આ પરીક્ષામાં 70% માર્ક લાવનાર વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા નિશુલ્ક ચારધામની યાત્રા કરાવવામાં આવશે.
ગુજરાતમાં પહેલીવાર યોજાઈ આવી પરીક્ષા
મહત્વપૂર્ણ છે કે દેશભરમાં અત્યારે રામાયણ અને રામમય માહોલ ચાલી રહ્યો છે. આથી બાળકોમાં બાળપણથી જ ધર્મ સંસ્કારોનું સિંચન થાય અને ધર્મ પ્રત્યેની ભાવના વધુ પ્રબળ બને અને ભગવાન શ્રીરામના જીવનમાંથી બાળકોને પણ તેમના આદર્શો પર ચાલવા પ્રેરણા મળે તે હેતુથી સંસ્થા દ્વારા આ પરીક્ષા યોજાઈ હતી.પ્રથમ પ્રયાસમાં ગુજરાતમાં જ આ પ્રકારની પરીક્ષા યોજાઈ રહી છે અને આગામી સમયમાં દેશભરમાં રામાયણ પણ આવી પરીક્ષાઓ યોજી. બાળકોમાં ધર્મને પ્રત્યેની ભાવના વધુ પ્રબળ બને તેવા પ્રયાસો કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube