મહીસાગર | સોશિયલ મીડિયામાં ફેમસ થવા યુવાને હવામાં ફાયરિંગ કરતો વીડિયો અપલોડ કર્યો- શું કોઈ કાર્યવાહી થશે?

Viralvideo: આજકાલ લોકો સોશિયલ મીડિયામાં રોલો પાડવા માટે યુવાનો કાયદાને નેવે મૂકી દેતા હોય છે. સોશ્યિલ મીડિયા(Viralvideo) ઉપર ફેમસ થવાનો જાણે ચસ્કો લાગ્યો છે.. દરેક…

Viralvideo: આજકાલ લોકો સોશિયલ મીડિયામાં રોલો પાડવા માટે યુવાનો કાયદાને નેવે મૂકી દેતા હોય છે. સોશ્યિલ મીડિયા(Viralvideo) ઉપર ફેમસ થવાનો જાણે ચસ્કો લાગ્યો છે.. દરેક વ્યક્તિ પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ ઉપર રિલ્સ બનાવીને મુકતા હોય છે. અને આ રેલ્સને ફેમસ કરવા માટે તેઓ ગમે તે કરવા પણ તૈયાર હોય છે.ત્યારે આવો જ એક કિસ્સો મહીસાગરમાંથી સામે આવ્યો છે. લુણાવાડાના રહેવાસી રોનક ગઢવી નામનાં યુવકેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હવામાં ફાયરિંગ કરતો વીડિયો અપલોડ કર્યો હતો.

મહીસાગર પોલીસને ચેલેન્જ કરતો વિડીયો વાઇરલ
આજના યુવાનો સોશિયલ મીડિયાના ટ્રેન્ડને અનુસરતા હોય છે.આ ઘટના ખરેખર ચિંતાજનક છે. મીડિયા દ્વારા આપણે જાણીએ છીએ તેમ, યુવાનો સોશ્યિલ મીડિયા ઉપર રીલ બનાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે.ત્યારે મહીસાગરના લુણાવાડામાંથી તેવો જ એક વિડીયો સામે આવ્યો છે.

આ યુવકને જાણે કે કાયદાની તેમજ કોઈના જીવની પડી ન હોઈ તે રીતે હવામાં ફાયરિંગ કરીને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં મૂકે છે.ઉલ્લેખનિય છે કે યુવાન વીડિયોમાં ફાયરિંગ કરે છે.જો આ દરમિયાન કોઈને ગોળી વાગી જાય અથવા તો કોઈ અનિચ્છનિય ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ હશે ? તે સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે આ વીડિયો મહીસાગર પોલીસને ચેલેન્જ કરે છે.જોવાનું એ રહ્યું કે વાયરલ વીડિયો અંગે પોલીસ તપાસ કરશે કે કેમ ?

આ પહેલાં પણ ફાયરિંગનો વિડીયો થયો હતો વાઇરલ
અઠવાડિયા પહેલા પણ રાજકોટમાં ફાયરિંગનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં લગ્નમાં વરરાજાની બાજુમાં ઊભા રહીને એક યુવાને હવામાં ફાયરિંગ કર્યું હતું. યુવાને સોશિયલ મીડિયામાં વટ પાડવા માટે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ વીડિયો સોશીયલ મીડિયામાં બહોળા પ્રમાણમાં વાયરલ થયો હતો.

વર્તમાન સમયમાં ટૂંકા ગાળામાં પ્રસિદ્ધિની ઘેલછા માટે યુવાનો નીત નવી રિલ્સ બનાવી તેને સોશ્યલ મીડિયામાં અપલોડ કરી ચર્ચામાં આવી રહ્યા છે. વીડિયો અને રીલ્સના ચક્કરમાં સમાજમાં ખોટા સંદેશા ફેલાવવાનું કામ કરતા હોય છે.