ઉત્તર પ્રદેશના ઝાંસીના એક ગાર્ડનમાં એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને દરેક કોઈ હેરાન છે. બગીચામાં લોકોના વ્યાયામ કરવા માટે લગાવવામાં આવેલ મશીન જાતે જ ઝડપથી ઉપર-નીચે થઈ રહ્યું હતું. તેના પર કોઈ બેઠેલું પણ ન હતું. જોઇને એવું લાગી રહ્યું હતું કે જાણે કોઇ કસરત કરી રહ્યું હોય. આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ચૂક્યો છે.
મશીન પોતાની જાતે જ ચાલવા લાગ્યાં બાદ સ્થાનિક લોકોએ પોલીસને ઘટનાસ્થળ પર બોલાવી અને જ્યારે પોલીસ પહોંચી તે સમયે પણ મશીન ચાલી રહ્યું હતું. એવામાં કેટલાક પોલીસ અધિકારીઓ તેનો વિડીયો ઉતારવા લાગ્યા.
વિડીયો વાયરલ થયા બાદ કેટલાક લોકોએ તેને અંધવિશ્વાસ સાથે જોડતા ભૂત પ્રેતોનો વાસ હોવાનું જણાવ્યું અને કહેવા લાગ્યા કે પાર્કમાં કોઈ આત્મા હાજર છે. તેમજ કેટલાક લોકો તેને અલૌકિક શક્તિ સાથે જોડાયા હોવાનો પણ દાવો કરવા લાગ્યા.
જોકે ઝાંસીના કાશીરામ પાર્કમાં મશીન પોતાની જાતે ચાલવાને લઇને તમામ દાવાઓ વચ્ચે તેની હકીકત સામે આવી ગઈ છે. ઝાંસી શહેરના સંગ્રામ સિંહે જણાવ્યું કે કસરત કરવાના મશીનમાં હાલમાં ગ્રીસ નાખવામાં આવ્યું હતું, જેના કારણે તેમાં હલચલ થવા લાગી.
તેમજ પાર્કના ગાર્ડે પણ મશીનને લઈને કહ્યું હતું કે આ તમામ અફવાઓ ખોટી છે. તેમણે અહીંયા આઠ વર્ષ નોકરી કરી છે પરંતુ ક્યારેય તેમને આવું કંઈ જોવા મળ્યું નથી જે અદ્રશ્ય હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news