આમ જનતા સજેશન બોક્સમાં ચિઠ્ઠી નાખીને પોલીસને કોઈપણ માહિતી આપી શકે છે. ઉમરા પોલીસ દ્વારા જોગસ પાર્ક(Jogs Park) પાસે સજેશન બોક્સ મુકવામાં આવેલ છે. જેમાંથી મળેલ ચિઠ્ઠીના આધારે પોલીસ દ્વારા હનીટ્રેપનો ગુનો ઉકેલવામાં આવ્યો છે.
અડાજણ પાટિયા(Adajan Patiya)માં રહેતા એક કાપડ વેપારી દ્વારા જોગસ પાર્ક પાસેના સજેશન બોક્સમાં ચિઠ્ઠી નાખવામાં આવી હતી. મળેલ ચિઠ્ઠીના આધારે ઉમરા પોલીસ દ્વારા અઠવાલાઇન્સ પોલીસ હેડ કવાર્ટરના જમાદાર જયેશ લાધુ યાદવ, ખાનગી વ્યક્તિમાં જિજ્ઞેશ હસમુખ જીયાવીયા(Jignesh Hasmukh Jiyavia) (રહે.પુજા ફલેટ, ઘોડદોડ રોડ), દેવેન્દ્ર જોષી(Devendra Joshi) તેમજ એક મહિલા ઉપરાંત PSIની ઓળખ આપી ફોન પર વાત કરનાર રસીક પટેલ (તમામ રહે, પંજાવા સ્ટ્રીટ,નાનપુરા) સામે ફરિયાદ નોંધીને જિજ્ઞેશની ધરપકડ કરવામાં આવી છે.
વેપારીને તેના ફોન પર 8 દિવસ પહેલા એક કોલ આવ્યો હતો. આ દરમિયાન ફોન કરનારે ગામડે સાડીનો હોલસેલ વેપાર કરે છે તેવું કહીને સાડી ખરીદવાની વાત કરી હતી. વેપારીને મળવા માટે માર્કેટને બદલે ઘોડદોડ રોડ પર સંબંધીને ત્યાં બોલાવવામાં આવ્યો હતો. જેથી વેપારી ઘોડદોડ રોડ બેંકની ગલીમાં પુજા એપાર્ટમેન્ટમાં મળવા માટે ગયા હતો. જયારે વેપાર અંગે વાત કરવા ગયેલ વેપારીને મહિલા પાણી આપે છે અને વેપારીની બાજુમાં બેસી જાય છે. આ દરમિયાન 3 લોકો ઘરમાં આવે છે જેમાંથી એક યુવક પોલીસના યુનિફોર્મમાં હોય છે.
જયારે આ પોલીસ પોતાનું નામ કે.કે.પરમાર જણાવે છે. જયારે અન્ય એકનું નામ રોહિત પટેલ અને બીજાનું કનકસિંહ આપવામાં આવ્યું છે. આ ત્રણેયે યુવકે ઉમરા પોલીસના ડી સ્ટાફના નામે ડમ મારી 5 લાખ આપી છુટ્ટો થઈ જા, કહીને વેપારીના કિસ્સામાંથી 10 હજાર કાઢી લીધા હતા. જયારે વેપારી દ્વારા બોક્સમાં ચિઠ્ઠી મુકતા આ ગુનાને ઉકેલવામાં આવ્યો છે.
જમાદાર જયેશને અગાઉ ખંડણીમાં પણ ધડપકડ કરવામાં આવી હતી:
આ ઉપરાંત જમાદાર જયેશ યાદવ(આહિર) અગાઉ ખંડણીના ગુનામાં પકડવામાં આવ્યો હતો. જયારે જયેશ અગાઉ પુણા અને SOGમાં ફરજ પર હતો. વેપારીને જે ફલેટમાં બોલાવવામાં આવ્યો ત્યાં જિજ્ઞેશ અન્ય પણ બે યુવતીઓ સાથે રહેતો હતો. જ્યાં ફક્ત એક મહિનાનું ભાડુ 18 હજાર લેવામાં આવતું હતું.
જયેશ યાદવ આવ્યો યુનિફોર્મમાં:
પોલીસ યુનિફોર્મમાં પોતાની ઓળખ આપનાર કે.કે.પરમાર પોલીસ હેડ કવાર્ટરનો જમાદાર જયેશ યાદવ (આહિર) હતો. આ ઉપરાંત રોહિત પટેલ તરીકેની ઓળખ આપનાર જિજ્ઞેશ તેમજ કનકસિંહના નામે દેવેન્દ્ર જોષી હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.