સાઉથની બિગ બજેટ ફિલ્મમાં કામ કરશે SRK શાહરૂખ ખાન- ગુજરાતમાં થઇ શકે છે શૂટીંગ

SRK: શાહરૂખ ખાન(SRK) બોલિવૂડ (Bollywood) સુપરસ્ટાર લગભગ 3 વર્ષ બાદ કમબેક કરવા માટે તૈયાર છે.. સ્પેનમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે “પઠાણ”(Pathan)નું શૂટિંગ કર્યા બાદ…

SRK: શાહરૂખ ખાન(SRK) બોલિવૂડ (Bollywood) સુપરસ્ટાર લગભગ 3 વર્ષ બાદ કમબેક કરવા માટે તૈયાર છે.. સ્પેનમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે “પઠાણ”(Pathan)નું શૂટિંગ કર્યા બાદ શાહરૂખ ખાન ટૂંક સમયમાં ફેન્સને આપશે ખુશખબરઆ દિવસોમાં શાહરૂખ ખાન (SRK) તેની ફિલ્મ પઠાણને લઈને સતત ચર્ચામાં છે. હાલમાં જ સ્પેનમાં તેના શૂટિંગ સેટના કેટલાક ફોટો પણ લીક થયા હતા. આ તસવીરોમાં તેની સાથે દીપિકા પાદુકોણ પણ હતી. આ ફિલ્મ વર્ષ 2023 માં રીલિઝ થશે પરંતુ ફિલ્મની સંપૂર્ણ ચર્ચા હજુ પણ છે કારણ કે તે તેની કમબેક ફિલ્મ છે.

શાહરૂખ ખાનના હાથમાં વધુ બે ફિલ્મો છે. એક ફિલ્મ સાઉથ ડાયરેક્ટર એટલીની (Atlee) અને બીજી ફિલ્મ રાજુકમાર હિરાની (Rajkumar Hirani)ની છે. રાજકુમાર હિરાનીની ફિલ્મનું એક નવું અપડેટ સામે આવ્યું છે સ્પેનમાં દીપિકા પાદુકોણ સાથે “પઠાણ”નું શૂટિંગ કર્યા બાદ હવે શાહરૂખ ખાન (SRK) સાઉથ ડિરેક્ટર એટલી (Atlee) આગામી ફિલ્મ માટે કામમાં વ્યસ્ત છે. શાહરૂખ ખાન (SRK) ના ચાહકોની ઉત્તેજના વધી ગઈ છે અને તેઓ ફિલ્મ સાથે જોડાયેલી વિગતો જાણવા આતુર છે. તેમજ ફિલ્મના શીર્ષક (Title) અને પ્લોટને લઈને ઘણી અટકળો ચાલી રહી છે.

શાહરૂખ ખાનની (SRK) તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral) થઈ રહી છે. આ તસવીરોમાં એસઆરકે એમ્બ્યુલન્સ ચલાવતો જોવા મળી રહ્યો છે. તેનો અડધો ચહેરો કપડાથી ઢંકાયેલો છે. વાળ લાંબા છે. તેની આછી ઝલકથી પણ ચાહકોની ઉત્તેજના વધી ગઈ છે અને તેઓ ફિલ્મ સાથે જોડાયેલી વિગતો જાણવા આતુર છે.સાઉથની જાણીતી અભિનેત્રી નયનતારા (Nayanthara) ટૂંક સમયમાં શાહરૂખ સાથે જોડાશે. તેનું શિડ્યુલ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. શાહરૂખ ખાન (SRK) અને નયનતારા (Nayanthara) પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. સંભવત ગુજરાત રાજ્યના દીવના બીચ પર પણ શુટિંગના 3-4 ફાઈટ સીન કરવામાં આવે તેવી સુત્રો પાસેથી માહિતી મળી છે.

બોલિવૂડના (Bollywood) કિંગખાન એવા શાહરૂખ ખાનની મચ અવેટેડ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે.રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ (Red Chillies Entertainment) દ્વારા નિર્મિત શાહરૂખ ખાન (SRK) અને એટલીની (Atlee) ફિલ્મ એક્શનથી (Avtion) ભરપૂર એન્ટરટેઈનર હોવાનું માનવામાં આવે છે. શાહરૂખ આ ફિલ્મમાં પિતા અને પુત્રની બેવડી ભૂમિકા ભજવશે. ‘”લાયન”(Lion)માં નયનતારા (Nayanthara), સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra) અને સુનીલ ગ્રોવર (Sunil Grover) પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બે વર્ષના પ્રી-પ્રોડક્શનના કામ પછી, મેગા-બજેટ ફિલ્મનું શૂટિંગ મુંબઈ (Mumbai) અને પૂણે (Pune)માં થયું હતું. કથિત રીતે આ ફિલ્મ બેંક લૂંટ પર આધારિત છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મમાં શાહરૂખ ખાન (SRK) ડબલ રોલમાં જોવા મળશે. તેમાં શાહરૂખની સાથે સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra) અને સુનીલ ગ્રોવર (Sunil Grover) પણ છે. થોડા દિવસો પહેલા સાન્યાના કેટલાક ફોટો સામે આવ્યા હતા, જેમાં તે હોસ્પિટલમાં શૂટિંગ કરતી જોવા મળી હતી. શાહરૂખ પણ તેની સાથે હતો, પરંતુ તે કોઈ ફોટોમાં જોવા મળ્યો ન હતો. સુનીલ ગ્રોવરની (Sunil Grover) વાત કરીએ તો થોડા મહિના પહેલા તેની હાર્ટ સર્જરી થઈ હતી. આ સમાચાર સાંભળ્યા પછી તેના ચાહકો ચિંતિત હતા, પરંતુ હવે તે સ્વસ્થ છે અને સંપૂર્ણ સ્વસ્થ થઈને કામ પર પાછો ફર્યો છે.

સાઉથની ફિલ્મોના હિટ એક્ટર થલાપતિ વિજય (Thalapati Vijay) સાથે બેક ટુ બેક બ્લોકબસ્ટર (Block Buster) આપ્યા પછી, દક્ષિણ ભારતીય ફિલ્મ (South Film Industries) નિર્દેશક એટલી કુમાર શાહરૂખ ખાન (SRK) સાથે કામ કરી રહ્યા છે.એવી અટકળો હતી કે,શાહરૂખની આ ફિલ્મનું નામ “લાયન” (Lion) છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના નામ પછી ટૂંક સમયમાં જ પડદો ઉઠાવી લેવામાં આવશે અને ચાહકોની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે અહેવાલ મુજબ, નિર્માતા (Director) સંપૂર્ણ રીતે આ ફિલ્મના એલાન કરવાના વિચારમાં અને નિર્ણય પર શાહરૂખ ખાનની સંમતિની રાહ જોઈ રહ્યા છે.

શાહરૂખ ખાને (SRK) 2 માર્ચે તેના ઇન્સ્ટાગ્રામ પર “પઠાણ”નું ટીઝર શેર કર્યું હતું, જેમાં જોન અબ્રાહમ (John Abraham) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) એક માણસની શક્તિ વિશે વાત કરતા જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *