આણંદમાં બેધડકપણે ATM માંથી તસ્કરોએ 21 લાખની ચોરીને આપ્યો અંજામ- CCTV કેદ થયો આરોપી

આણંદ(Anand): રાજ્યમાંથી અવારનવાર ચોરી-લુંટફાટ(Theft-robbery)ની ઘટના સામે આવતી હોય છે ત્યારે ખંભાત(Khambhat)થી લઈને પેટલાદ(Petlad) સહિત સમગ્ર આણંદ જિલ્લાની પોલીસ ગુરૂવારની રાત્રિના ઊંઘતી ઝડપાઈ છે. આણંદ જિલ્લામાં…

આણંદ(Anand): રાજ્યમાંથી અવારનવાર ચોરી-લુંટફાટ(Theft-robbery)ની ઘટના સામે આવતી હોય છે ત્યારે ખંભાત(Khambhat)થી લઈને પેટલાદ(Petlad) સહિત સમગ્ર આણંદ જિલ્લાની પોલીસ ગુરૂવારની રાત્રિના ઊંઘતી ઝડપાઈ છે. આણંદ જિલ્લામાં ખંભાત તાલુકામાં આવેલ ઉંદેલમાં તથા પેટલાદમાં આવેલ 2 ATMને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.

ઉંદેલના ATMને તોડવામાં નિષ્ફળ રહેલા તસ્કરોએ 35 કિમી દૂર પેટલાદ GEB નજીકના ATMને તોડી કુલ 20.22 લાખ રૂપિયાની ઉઠાંતરી કરી લીધી હતી. આમ, તસ્કરોએ જિલ્લામાં ખુલ્લેઆમ પોલીસ પેટ્રોલિંગના દાવાઓને પોકળ બનાવ્યા છે. પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ CCTVમાં 4 શખસ દેખાઈ રહ્યા છે.

પેટલાદ નડીઆદ રોડ પર પેટલાદ GEB નજીક SBI બેન્ક આવેલ છે કે, જે બેન્કની નજીક હિટાચી કંપનીનું ATM આવેલ છે. શુક્રવારની સવારે 8:45 વાગ્યે બ્રાન્ચ મેનેજર રમેશ કટારા બેંકમાં આવ્યા હતા. આ દરમિયાન, બેંકની નજીકનું ATM શટર બંધ હાલતમાં જોતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા.

સામાન્ય રીતે ATM 24 કલાક ખુલ્લું રહેતું હોય છે પણ શટર પડેલું જોતાંની સાથે જ તેઓએ શટરને ઊંચુ કરીને જોયું હતું તો મશીન તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું. ઘટનાની જાણ તેમણે ઉચ્ચ અધિકારીઓને કરતાં તેમજ પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.

આ દરમિયાન, તપાસ કરતાં 4 લોકો કાળા રંગની કાર લઈને આવ્યા હતા. તેમણે ATM ચેઝ ડોર તથા પ્રેઝન્ટર તોડી કુલ 22.20 લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ તપાસ દરમિયાન, જાણવા મળ્યું હતું કે, ગેંગ દ્વારા પહેલા રાત્રિના 3:30 કલાકે ખંભાત તાલુકામાં આવેલ ઉંદેલ ગામની બેંક ઓફ બરોડાનું ATM તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

સિક્યોરીટીની કોઈ વ્યવસ્થા જ નહોતી
25 ઓગસ્ટે ATMમાં કંપનીએ કુલ 17 લાખ રૂપિયા લોડ કર્યા હતા. અગાઉ કુલ 9.23 લાખ રૂપિયા હતા. આમ, કુલ મળીને 26.23 લાખ રૂપિયા હતા, જેનાં પૈકી સમગ્ર દિવસ દરમિયાન, લોકોએ 6.01 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. જેને કારણે 20.22 લાખ રૂપિયા બચ્યા હતા. આટલી મોટી રકમ મશીનમાં હોવા છતાં પણ સિક્યોરીટીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.

33.50 લાખની ATM ચોરીનો ભેદ વણઉકેલ્યો:
આની પહેલા પણ વિદ્યાનગર-કરમસદ રોડ પર સંતરામ એવેન્યુ કોમ્પલક્ષમાં SBI નજીક બેન્કનાં ATMમાં 17 એપ્રિલ ના રોજ રાત્રિના તસ્કરોએ ગેસ કટરથી કેસ બોક્સ સાઈડ કાપીને અંદર મૂકેલ 33.50 લાખ રૂપિયાની ચોરી કરી લીધી હતી. આની ઉપરાંત અજરપુરામાં રૂપિયા 5 લાખની ATMની ચોરીનો ભેદ પણ હજુ વણઉકેલ્યો છે.

સાયરન ન વાગે એટલે સ્પ્રે છાંટ્યું
પેટલાદ ATM નજીક તસ્કરો 4.19 વાગ્યે પહોંચી ગયા હતા. ત્યારબાદ તેઓએ આસપાસની રેકી કરીને ઉંદેલ જેવી સાયરન અહીં ન વાગે એના માટે પહેલા જ સાયરનના કેબલો કાપી નાંખ્યા હતા. ત્યારબાદ ATMમાં પ્રવેશ કરીને CCTV પર સ્પ્રે છાંટીને કેમેરાને બંધ કરી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *