હૈદરાબાદમાં વેટનરી ડોકટરના મર્ડર કેસ અને તે બાદ વધુ એક મૃતદેહ મળતા સમગ્ર દેશમાં રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસે વેટનરી ડોકટરના હત્યા મામલે મુખ્ય આરોપી સહિત 4 લોકોની ધરપકડ કરી છે. ત્યારે આ કેસની અનેક કડીઓ સામે આવી છે. વેટનરી ડોકટરની સાથે રેપ અને મર્ડર કેસમાં ખુલાસો થયો છે.
મળતી જાણકારી મુજબ મહિલા ડોકટર સાથેનો રેપ એક ષડયંત્ર અંતર્ગત કરાયો છે. પહેલાં મહિલા સ્કૂટરમાં પંચર કરવામાં આવ્યું તેઓ જ્યારે પરત આવી ત્યારે પંચર બનાવવાનું બહાનું બતાવી ગેંગરેપ કરી તેનું મર્ડર કરવામાં આવ્યું. જાણકારી મુજબ વેટનરી ડોકટર સાંજે 5-30 વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી નીકળી ટોંદુપલ્લી ટોલ ગેટ પાસે સાંજે 6 વાગ્યે સ્કૂટર પાર્ક કરી ત્યાંથી ગચી બોલીમાં પોતાના ક્લીનિક ગઈ હતી.
આ વચ્ચે ત્યાં ઉભેલા એક ટ્રકની સાથે ચાર લોકો ઊભા હતા જેમને જ આ ષડયંત્ર રચ્યું હતું. મહિલા ડોકટર પરત ફરે તે પહેલાં જ તેના સ્કૂટીમાં પંકચર કરી દીધું હતું. વેટરની ડોકટર જ્યારે રાત્રે 9 પરત ફરી ત્યારે તેના સ્કૂટીમાં પંચર જોયુ, ત્યારે તેને મદદની જરૂર પડો તો તેને પોતાની બહેનને ફોન કર્યો અને જણાવ્યું કે ટ્રકવાળાથી તેને ડર લાગી રહ્યો છે.
આ વચ્ચે યુવતીનું મોઢું બંધ કરીને તેને ટ્રકની પાછળ લઈ જવામાં આવી અને નજીકના એક ગ્રાઉન્ડમાં ઘસડીને લઈ ગયા. અને તેની સાથે બર્બરતા કરી ક્રુર ઘટનાને અંજામ આપ્યો હતો. આશ્ચર્યની વાત છે કે આ ગ્રાઉન્ડમાં જ વોચમેનનું પણ ઘર હતું પરંતુ તેને પણ આ ઘટના નોટિસ કરી ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.