સુરતનો ૪ વર્ષનો દિયાંશ કોરોના મહામારીમાં સુરતીઓને વૃક્ષો અને ઓક્સીજનનું મહત્વ સમજાવતો અનોખા અંદાજમાં આપ્યો સંદેશ

આખુ વિશ્વ જયારે કોરોનાની મહામારીના ભરડામાં સપડાયું છે ત્યારે આ મહામારીનો ભોગ વૃદ્ધો, યુવાનો અને બાળકો સૌ કોઈ બની રહ્યા છે તેવા સમયે લોકોને બચવા માટેનો છેલ્લો આધાર જયારે ઓક્સીજન રહેલ છે તેવા સમયે સુરતના ફક્ત ૪ વર્ષના દિયાંશ દૂધવાલા નામના બાળકે જીત ફાઉન્ડેશન ઇન્ડિયા નામની સેવાભાવી સંસ્થાના સહયોગથી પારદર્શિત કન્ટેનરમાં એક છોડ રોપી તે છોડમાંથી જે ઓક્સીજન ઉત્પન થાય છે અને તે ઓક્સીજનને ઓક્સીજન માસ્ક દ્વારા સીધે સીધો શ્વાસ દ્વારા શરીરમાં લઇ શકાય તેવો મેસેજ આપતું એક ઉપકરણ બનાવ્યું છે.

આ ઉપકરણને પહેરીને આ બાળક છેલ્લા થોડાક દિવસથી સુરતના અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ અને અલગ અલગ સ્થળોએ રોજ એકાદ બે કલાક જેટલો સમય ઉભો રહીને લોકોને વૃક્ષોનું જતન કરીશું તો જ આપણને શુદ્ધ ઓક્સીજન મળશે તેવો સંદેશ આપી રહ્યો છે. આ ઉપરાંત હાથમાં પ્લે કાર્ડ રાખીને લોકોને કોરોનાથી બચવા માટેના અલગ અલગ મેસેજ પણ આપી રહ્યો છે.

દીયાંશ કહે છે કે, વૃક્ષોની આ ધરતી પર કેટલી તાતી જરૂરિયાત છે અને વૃક્ષો છે તો જ ઓક્સીજન છે. જો લોકો હવેથી વૃક્ષોની સાવચેતી નહિ રાખે અને વૃક્ષોનું જતન નહી કરે તો એ દિવસો પણ દુર નથી કે બાળકોના ખભા પર સ્કૂલ બેગની જગ્યાએ ઓક્સીજન માટે આવા ઉપકરણો લઈને ફરવું પડશે. ખરેખર દીયાંશની વાત ૧૦૧ ટકા સાચી છે, છેલ્લા કેટલાય વર્ષોમાં જંગલોનું પ્રમાણ ખુબ જ ઘટ્યું છે. લોકો દિવસેને દિવસે વૃક્ષો કાપી પોતાની નવી દુનિયા બનાવામાં લાગ્યા છે. ઓક્સીજનની સાચી કિંમત કેટલી છે તેની સમજ લોકોને હાલના સમય જોતા જ પડી છે.

જો આવનારા સમયમાં પણ આવીને આવી પરીસ્થિતિ રહી તો, અત્યારે જેવી રીતે દીયાંશએ પોતાના ખંભા પર વૃક્ષ લઈને ફરી રહ્યો છે તેવી જ રીતે દરેક લોકોને ઓક્સીજન માટે એક એક વૃક્ષ અને આ સીલીન્ડર સાથે લઈને ફરવું પડશે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *