મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના મુરેના (morena)માં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ(blast) થયો છે. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, આખું ઘર ધરાશાયી થઈ ગયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે કાટમાળ નીચે વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. વિસ્ફોટ પર કાર્યવાહી કરીને સંબંધિત સ્ટેશન ઈન્ચાર્જ સહિત ચાર લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, આ ઘટના મોરેનાના બનમૌર નગરના જેતપુર રોડની છે. ફટાકડાના ગોદામમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ પછી આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ. વેરહાઉસના માલિક બનમૌરના રહેવાસી બિઝનેસમેન નિર્મલ જૈન છે. આ મકાનમાં ભાડૂતો પણ રહેતા હતા. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે અત્યાર સુધીમાં 7 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં એક 9 વર્ષની બાળકી પણ છે. ઘણા લોકો હજુ પણ દટાયેલા છે.
વિસ્ફોટની માહિતી મળતાં જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રશાસને સ્થાનિક લોકોની મદદથી કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ફટાકડાના ગોદામ સિવાય બિલ્ડિંગમાં ભાડૂતો પણ રહેતા હતા. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.