કોરોના હોસ્પિટલમાં ઓક્સિજન ટેંકમાં વિસ્ફોટ, આગ લાગતા એક સાથે 52 લોકોના મોત અને અન્ય કેટલાય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ઇરાકના દક્ષિણ શહેર નાસિરીયાની કોરોનાવાયરસની હોસ્પિટલમાં ઓક્સિજન ટેંકમાં વિસ્ફોટ થઈ ગયો હતો. જેને કારણે ભીષણ આગ લાગી હતી જેમાં ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા…

ઇરાકના દક્ષિણ શહેર નાસિરીયાની કોરોનાવાયરસની હોસ્પિટલમાં ઓક્સિજન ટેંકમાં વિસ્ફોટ થઈ ગયો હતો. જેને કારણે ભીષણ આગ લાગી હતી જેમાં ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા હતા અને 67 થી વધુ ઘાયલ થયા હતા. આરોગ્ય અધિકારીઓ અને પોલીસે સોમવારે આ માહિતી આપી છે. વડા પ્રધાન મુસ્તફા અલ કદીમીએ વરિષ્ઠ મંત્રીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી અને નાસિરીયામાં આરોગ્ય અને નાગરિક સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવાની અને દોષી લોકોની ધરપકડ કરવાના આદેશ આપી દીધા છે.

સ્થાનિક સ્વાસ્થ્ય ઓથોરીટીના પ્રવક્તા હૈદર અલ-જમિલીએ મંગળવારે સવારે જણાવ્યું હતું કે 52 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 22 લોકો આગથી બળીને ખાખ થઈ ગયા હતા. આગને કારણે સમગ્ર કોવિડ વોર્ડમાં જબરદસ્ત વિસ્ફોટ થયો હતો. સાથે તેમણે કહ્યું છે કે હજુ અંદર રહેલા લોકોને શોધવાનું કાર્ય શરુ છે. અલ-જમિલીએ જણાવ્યું હતું કે, હજુ પણ કેટલાક લોકો આ બિલ્ડીંગમાં લોકો ફસાયેલા હોય શકે છે. આ કોરોના વોર્ડમાં 70 બેડ હતા. હજુ પણ મૃતકની સંખ્યામાં વધારો થઇ શકે છે. કારણ કે હજુ પણ કેટલાય દર્દીઓ ગુમ છે. મૃતકોમાં બે આરોગ્ય કર્મચારીઓ પણ છે.

નસિરીયાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પરંતુ ખુબ જ ધુમાડાને કારણે અને આગને કારને અંદર જવું ખુબ જ મુશ્કેલ બન્યું છે. સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા વીડિયોમાં, જોઇ શકાય છે કે હોસ્પિટલની અંદરથી ધુમાડાના ગોટાને ગોટા નીકળી રહ્યા છે. ઘટનાની માહિતી મળતાં પીડિતોના પરિવારજનો અને સ્થાનિક રહીશો હોસ્પિટલ તરફ દોડી આવ્યા હતા. નસિરીયાના રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો આવી પહોચ્યા હતા. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીડિત પરિવારના લોકોએ પોલીસ સાથે જપાજપી કરી હતી અને પોલીસના બે વાહનોને આગ લગાડી દીધી હતી.

ઇરાકના વડા પ્રધાન મુસ્તફા અલ કદીમીએ ધી-કર પ્રાંતમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી દીધી છે. નસિરીયા આ પ્રાંતની રાજધાની છે. અલ કદીમીએ કહ્યું કે, ઘટનના કારણો અને પરિણામોની ચર્ચા કરવા માટે એક કટોકટી બેઠક યોજવા જઈ રહ્યા છે. આ પહેલા એપ્રિલમાં રાજધાની બગદાદની કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ ઘટનામાં 82 લોકોનાં મોત નીપજ્યાં હતા અને 110 લોકો ઘાયલ થયા હતા. તમને જણાવી દઈએ કે ઇરાકમાં કોરોનાવાયરસના 14 લાખ કેસ નોંધાયા છે, જ્યારે 17 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *