સુરત(ગુજરાત): રાજ્યમાં જગ્યાએ જગ્યાએ ચાલી રહેલા ગોરખધંધાને પોલીસ દ્વારા હવે પકડી પાડવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે અવનવી ગુનાખોરીને લઈને સુરત તો પહેલાથી જ પ્રખ્યાત છે. ડાયમંડ સીટીમાં વધતી જતી ગુનાખોરી હવે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે. આ દરમિયાન ફરી શહેરના સરથાણા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સ્પાની આડમાં સંચાલકો કુટણખાનું ચલાવતા હતા.
આ અંગે પોલીસને જાણ થતા પોલીસ દ્વારા ત્યા પહોચીને રેડ પાડવામાં આવી હતી. પોલીસે જ્યારે સ્પા પર જઈને રેડ કરી હતી ત્યારે ત્યા 3 થાઈલેન્ડની યુવતીઓ હાજર હતી જેની પોલીસ ધરપકડ કરી છે. આ મામલે પોલીસ દ્વારા ત્રણ યુવતીઓ સહિત 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બધા જ આરોપીઓને આજે તેમની કરતૂતને કારણે જેલ ભેગા કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, સરથાણા વિસ્તારમાં આવેલ રાજ ઈમ્પોરિયલમાં આરોપીઓ સ્પા સેન્ટરની આડમાં કુટણખાનું ચલાવતા હતા. સંચાલક સ્પા આ સેન્ટરમાં નાની નાની કેબિન બનાવીને કુટણખાનું ચલાવી રહ્યો હતો. જે બાબતે પોલીસને બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસ દ્વારા સ્થળ પર રેડ કરી અને કુલ 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, જે થાઈલેન્ડની યુવતીઓની સ્પા સેન્ટરમાંથી ધરપકડ કરવામાં આવી છે તે યુવતીઓ ટૂરિસ્ટ વીઝા પર ભારતમાં આવી હતી. આ ઉપરાંત આરોપીઓ જે જગ્યાએ કુટણખાનું ચલાવી રહ્યા હતા તે જગ્યા પણ તેમણે ભાડેથી લીધી હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.