હપ્તાખોર પોલીસના મળતીયાઓએ ભ્રષ્ટાચારીઓના શરણે ન થતા વકીલ પર કર્યો જીવલેણ હુમલો- LIVE વિડીયો

સુરત(Surat): શહેરના સરથાણા(Sarthana) વિસ્તારમાં થયેલ હુમલાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, જાણીતા એડવોકેટ મેહુલ બોઘરા(ADV MEHUL BOGHARA) પર હુમલો કરવામાં આવ્યો છે. માથાને ભાગે હુમલો કરવાને કારણે મેહુલ બોઘરાને ગંભીર ઈજા પહોંચી છે. ઘાયલ થયેલા એડવોકેટ મેહુલ બોઘરાને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

એડવોકેટ મેહુલ બોઘરાને બાતમી મળી હતી કે, આ જગ્યા પર પોલીસના મળતિયાઓ દ્વારા વાહન ચાલકો પાસેથી કટકી, તોડ-પાણી કરવામાં આવી રહ્યું છે. જેને કારણે મેહુલ બોઘરા સ્થળે પહોંચી ગયા હતા અને એક રીક્ષાની નજીક જઈ રહ્યા હતા ત્યારે તેના પર એક શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર આક્ષેપો કરતા એડવોકેટ મેહુલ બોઘરા કહ્યું છે કે, પોલીસના મળતિયાઓ દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે. અમે તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ અનેક વાર મેહુલ બોઘરાને ધમકીઓ આપવામાં આવી હતી.

વધુમાં એડવોકેટ મેહુલ બોઘરાએ જણાવતા કહ્યું છે કે, મારા ઉપર પોલીસના મળતિયાઓ એટલે કે, કટકી, તોડ-પાણી કરી રહેલા વ્યક્તિ દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે. મારા પર 10 થી 12 વખત દંડા વડે માથાના ભાગે હુમલો કરવામાં આવ્યો છે. વધુમાં કહ્યું છે કે, હપ્તો ઉઘરાવી રહેલા પોલીસના મળતીયાઓને ત્યાં રેડ પાડવામાં આવી હતી. ત્યારે આ દરમિયાન મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.

વધુમાં મેહુલ બોઘરાએ આક્ષેપ કરતા કહ્યું છે કે, મને લુખ્ખાઓએ ધમકી આપી હતી કે, આ બધા તારા ધંધા બંધ કરી દેજે, જો હપ્તા નહિ ઉઘરાવવા દે તો તને માઈર નાખશું. તેમ છતાં પણ આજે મે રેડ પાડી અને તેમનો ધંધો બંધ થયો એટલે મારા ઉપર આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.  હાલમાં એડવોકેટ મેહુલ બોઘરાને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જાણો કોણ છે એડવોકેટ મેહુલ બોઘરા?
એડવોકેટ મેહુલ બોઘરા, સુરતમા વસતા સૌરાષ્ટ્રના પાટીદાર છે અને સુરતમા ટ્રાફિક, પોલીસ સહિતના સરકારી વ્યવસ્થાતંત્રમા લાંચ, હપ્તા મુદ્દે સ્વમેળે ન્યુઝ ચેનલોના રિપોર્ટરની જેમ સ્ટ્રીંગ ઓપરેશન કરતા રહે છે. અવારનવાર તેઓ પોલીસના મળતિયાઓ દ્વારા કરવામાં આવતી ઉઘરાણી, કટકી, તોડ-પાણી પર રેડ પાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *