Facebook દેશના આ પાંચ શહેરોના વેપારીઓને આપશે 32 કરોડ રૂપિયા

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ઘણાં લોકોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો છે. મધ્યમ વર્ગના લોકોને ખુબ જ મુશ્કેલી પડી રહી છે. કેટલાંક ઉદ્યોગપતિઓ મજુરોને તેમજ સામાન્ય વર્ગના લોકોને સહાય કરી રહ્યાં છે. હાલમાં આને લઈને જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

સોશિયલ મીડિયા કંપની ફેસબુક કુલ 3,000થી વધારે નાના ઉદ્યોગપતિઓને કુલ 43 લાખ ડોલર એટલે કે લગભગ કુલ 32 કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવશે. એવી જાણકારી મળી રહી છે. આ અનુદાન દિલ્હી તથા મુંબઈ સહિત કુલ 5 શહેરોનાં નાના તેમજ મધ્યમ ઉદ્યોગપતિને આપવામાં આવશે. આની પાછળનો ઉદ્દેશ કોવિડ-19 સંકટની વચ્ચે નાના ઉદ્યોગપતિનાં વ્યવસાયને આગળ વધારવા માટે મદદ કરવાનો રહેલો છે.

મળેલ જાણકારી પ્રમાણે આની પહેલા પણ ફેસબુકે કોરોનાની મહામારીમાં થયેલ આર્થિક સંકટનો સામનો કરવા માટે કુલ 30 દેશોમાં નાની કંપનીઓને મદદ કરવા માટે કુલ 10 કરોડ ડોલરનાં અનુદાનની જાહેરાત કરવામાં આવી હતી. આ પગલું એનો એ જ એક ભાગ રહેલો છે.

ફેસબુક ઇન્ડિયાનાં મેનેજિંગ ડિરેક્ટર તથા ઉપપ્રમુખ અજિત મોહને એમના બ્લોગપોસ્ટમાં જણાવતાં કહ્યું હતું કે, માર્ચ માસમાં નાના કારોબારિઓની માટે ઘોષિત કુલ 10 કરોડ ડોલરના અનુદાનમાંથી કુલ 43 લાખ ડોલર દિલ્હી, ગુડગાંવ, મુંબઈ, હૈદરાબાદ તેમજ બેંગલુરુમાં કામ કરી રહેલાં કુલ 3,000થી પણ વધારે નાના ઉદ્યોગપતિઓને આપવાની અમે જાહેરાત કરી રહ્યા છીએ. આ શહેરોમાં ફેસબુકની ઓફિસ આવેલ છે.

આની સિવાય એમણે જણાવતાં કહ્યું હતું કે, અનુદાનમાં રોકડ તેમજ જાહેરાત ક્રેડિટ બંને શામેલ રહેલાં છે. આની ઉપરાંત એમણે જણાવતાં કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં ફેસબુકે જિયો પ્લેટફોર્મ્સમાં કુલ 5.7 અબજ ડોલરનું રોકાણ કરેલું છે. કંપનીએ આ ભાગેદારીની સાથે ભારતમાં ખાસ કરીને તો નાના વેપારીઓ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને પ્રકટ કરવામાં આવી છે. તેમણે જણાવતાં કહ્યું કે, કંપનીના આ નિર્ણયથી અમને આશા રહેલી છે કે, દેશમાં નાના કારોબારિને કોરોના કાળમાં આર્થિક સંકટથી બહાર નીકળવામાં મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *