રાજસ્થાન સરકારે યુપી સરકાર બસભાડાના રૂપિયા ન આપે ત્યાં સુધી વિદ્યાર્થીઓની બસો રોકી રાખી, શું છે હકીકત

૧૬ મેના રોજ કોંગ્રેસની પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ શાસિત ઉત્તરપ્રદેશ સરકારને પત્ર લખીને રાજસ્થાનથી 1000 બસો લાવવાની રજૂઆત કરી. ત્યારથી આ મામલા પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે 17 મેના આઉટલુકના રિપોર્ટ મુજબ 500 બસ રાજ્યની બોર્ડર પર યુપી સરકારના એપ્રુવલની રાહ જોઇને ઉભી છે. ૧૯ મે ની ધ પ્રિન્ટની રિપોર્ટ મુજબ યુપી સરકારે બસોના ફિટનેસ સર્ટિફિકેટ, વીમા અને ડ્રાઇવર અંગેની જાણકારી માંગી છે.

આ વિવાદ બાદ ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વીટ કર્યું કે, “કોટા થી ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓને પરત લાવતી વખતે અમુક બસોમાં ડીઝલની આવશ્યકતા પડી ગઈ.. દયા તો છોડો.. અડધી રાતે ઓફિસ ખોલાવીને પ્રિયંકા વાડ્રાની રાજસ્થાન સરકારે યુપી સરકાર પાસેથી પહેલાં ૧૯ લાખ રૂપિયા લીધા અને ત્યારબાદ બસોને રવાના થવા દીધી. વાહ રે મદદ #દોગલી_કોંગ્રેસ.” આ ટ્વીટ્સ સાથે 5 મેની તારીખ વાળા 19 લાખ રૂપિયાના ચેક ની તસવીર પણ અપલોડ કરેલી હતી. સંબિત પાત્રા નું ૧૮ હજારથી વધુ વખત retweet થઈ ચૂક્યું અને 48 હજારથી વધુ લોકો એ લાઈક આપી.

દાવો

સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો છે કે રાજસ્થાન સરકારે કોટાના વિદ્યાર્થીઓની બસ રવાના કરવા માટે અડધી રાતે યોગી સરકાર પાસેથી ઓફિસ ખોલાવીને 19 લાખ રૂપિયા વસૂલ કર્યા.

ફેક્ટ-ચેક

એપ્રિલ મહિનામાં અનેક મીડિયા સંસ્થા નો રિપોર્ટ કર્યો હતો કે રાજસ્થાનના એજ્યુકેશન હબ કોટા માં ફસાયેલા અનેક છાત્રોને પોતાના વતન જવું છે. રાજસ્થાન રાજ્ય સડક પરિવહન નિગમના ડોક્યુમેન્ટ્સ મુજબ 1 એપ્રિલથી 14 મે વચ્ચે 18,196 વિદ્યાર્થીઓથી ભરેલી 14 ટ્રેન બિહાર અને 28,761 વિદ્યાર્થીઓ ની 1,057 બસો ઝારખંડ તેમજ રાજસ્થાનના કેટલાય જિલ્લાઓમાં ગઈ છે.

કોટા થી વિદ્યાર્થીઓને પોતાના રાજ્ય મોકલવા માટે કામે લાગેલા ડિસ્ટ્રિક્ટ કલેકટર ઓમ કાંસેરા અને RSRTC જયપુરના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર નવીન જૈન સાથે થયેલી વાત નુજબ 17, 18 અને 19 એપ્રિલના રોજ 12,000 થી વધુ વિદ્યાર્થીઓની બસો કોટાથી ઉત્તર પ્રદેશ ગઈ છે. આ બસ સર્વિસમાં બંને રાજ્યોનો સહકાર હતો.

સંબિત પાત્રાએ પોસ્ટ કરેલ ઉત્તર પ્રદેશ રાજ્ય સડક પરીવહન નિગમ નો ચેક 5 મે નો હતો. એટલે કે કોટા થી ઉત્તર પ્રદેશ બસ રવાના થઇ તેના ૧૬ દિવસ પછી ની તારીખ. એટલે કે તેમનો રાજસ્થાન સરકાર દ્વારા યુપી સરકાર પાસેથી અડધી રાતે 19 લાખ રૂપિયા વસૂલી બસોને રવાના કરવાનો દાવો ખોટો સાબિત થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *