દરરોજ 10 GB મફત ઇન્ટરનેટ ડેટા આપી રહી છે મોદી સરકાર? – જાણો શું છે હકીકત

શું વાઇરલ થઈ રહ્યું છે…
સોશિયલ મીડિયા ઉપર જણાવવામાં આવે છે કે, મોદીસરકાર દ્વારા COVID-19માં ઓનલાઈન એજ્યુકેશન માટે વિદ્યાર્થીઓને રોજ 10 GB મફત ઈન્ટરનેટ આપી રહ્યા છે. વાઈરલ મેસેજ સાથે એક લિંક છે, વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે, લિંક પર ક્લિક કર્યા બાદ જ મફત ડેટા મેળવી શકાશે.

આ બાબત સાચું શું છે?
વાઈરલ થયેલા મેસેજમાં લખ્યું છે કે, COVID-19 વાઈરસનાં લીધે શાળા અને કોલેજ બંધ છે. તે સમયે ગૃહમંત્રાલય દ્વારા અનલોક-5ની ગાઈડલાઈન્સમાં 15 ઓક્ટોબરનાં રોજ શાળા ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે, મેસેજ કોરોના લોકડાઉન વખતનો છે.

ઈન્ટરનેટ ઉપર અમને આવાં કોઈ પણ સમાચાર મળ્યા નથી, જેનાથી સાબિત થાય કે, મોદી સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મફત ઈન્ટરનેટ આપવામાં આવી રહ્યું નથી. મેસેજ સાથે વાઈરલ થતી લિંક પર ક્લિક કરવાથી જે વેબપેજ ખૂલે છે એની URLથી જ સ્પષ્ટ થાય છે કે, આ કોઈ સરકારી વેબસાઈટ નથી. સરકારી વેબસાઈટની URL પર છેલ્લે gov.in હોય છે, જ્યારે આ લિંકમાં એવું નથી.

MHRD તેમજ સૂચના અને પ્રસારણમંત્રાલયની ઓફિશિયલ વેબસાઈટ ઉપર પણ અમને મફત ઈન્ટરનેટ ડેટા આપવા વિશે કોઈ અપડેટ મળ્યું નથી. કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકનું ટ્વિટર હેન્ડલ ચેક કર્યું છતાં પણ અમને આવી કોઈ પણ પ્રકારની જાહેરાત મળી નથી.

6 માસ અગાઉ પણ ઈન્ટરનેટ પર ફ્રી ઈન્ટરનેટ આપવાનો અંગેનો દાવો કરતો મેસેજ વાઈરલ થયો હતો. કેન્દ્ર સરકારનાં ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ PIB ફેક્ટ ચેકથી આને ફેક ન્યુઝ ગણાવવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *