સોશિયલ મીડિયામાં હાલ માં અમુક યુઝર્સ એક વીડિયો વાઇરલ કરી રહ્યા છે. જેમાં બે વિમાન વાહક જહાજ દેખાઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના સમુદ્રી તટ પાસે પાકિસ્તાનની નૌસેના જહાજને ટક્કર ભારતીય સૈનિક જહાજ સાથે થઈ ગઈ.
ફેસબુક યુઝર PORUS Adi Doctor એ વાયરલ વીડિયો ને શેર કરતા લખ્યું કે, આજે ભારત અને પાકિસ્તાન ના બે યુદ્ધ જહાજો વચ્ચે ગુજરાતના દરિયાકિનારે લડાઈ થઈ.
Pakistan Navy intercepts and rams Indian ship in Arabian Sea? pic.twitter.com/nkNHnV7aw2
— Moeed Pirzada (@MoeedNj) April 13, 2020
ત્રિશુલ ન્યુઝની તપાસમાં આ દાવો ખોટો નિકળ્યો આ વિડીયો 2011 ના વર્ષમાં થયેલી એક જૂની ઘટના હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા ના અલગ અલગ પ્લેટફોર્મ પર ઘણાં વપરાશકારોએ આ વીડિયો અને આવા જ કંઈક આવા જ દાવા સાથે શેર કરવામાં આવ્યો છે. પાકિસ્તાની પત્રકાર મોઇઝ પીરઝાદા પણ આ વીડિયો અને ખોટા દાવા સાથે શેર કર્યો છે. જેમણે લખ્યું છે કે, પાકિસ્તાનની નૌસેનાએ અરબ સાગરમાં ભારતીય યુદ્ધ જહાજ ને પકડ્યુ.
વાયરલ વીડીયો ની તપાસ કરતા અમને યૂટ્યુબમાં 4 ઓગસ્ટ ૨૦૧૧ના રોજ NDTV દ્વારા અપલોડ કરવામાં આવેલ એક વીડિયો બુલેટિન મળ્યો. જેમાં આ વિડીયો દેખાઈ રહ્યો છે. આ વીડિયો બુલેટિનમાં પાકિસ્તાની જંગી જહાજ બાબર ભારતીય નૌસેના જહાજ ગોદાવરી સાથે ટક્કર મારી રહ્યું છે. આ વિડીયો 16 જુન 2011 નો છે. જ્યારે પાકિસ્તાની નૌસેનાનું બાબર જહાજ ભારતીય નૌસેનાના ગોદાવરી જહાજએ પકડેલા પાકિસ્તાની ઘુસણખોરોને છોડાવવા પીછો કરી રહ્યું હતું. ભારતીય નૌસેનાએ બંધક બનાવી રાખેલા પાકિસ્તાની ઘુસણખોરોને લઈ આગળ વધી રહ્યું હતું. જેનો પીછો પાકિસ્તાની નૌસેના જહાજ કરી રહ્યું હતું.
વધુ વિગતો જાણતા બહાર આવ્યું કે પાકિસ્તાનની સેના જહાજ બાબર 2015માં જ સેવાનિવૃત થઇ ચૂક્યું છે આમ આ વીડિયો પોસ્ટ શેર કરનાર પાકિસ્તાની પત્રકાર અને Porus Adi Doctor નામના ફેસબુક યુઝર એ વાયરલ કરેલા વિડિયો ફેક ખોટા હોવાનું પ્રસ્થાપિત થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news