Punjab Crime News: લુધિયાણામાં એક ફેક્ટરીના માલિકે પરિવાર પર ચોરીનો આરોપ લગાવતા તેના મોઢા પર મેષ ચોપડી તેને આખા વિસ્તારમાં ફેરવી હતી. ફેક્ટરી માલિકે કહ્યું કે એક મહિલા અને તેની ત્રણ દીકરીઓ અને દીકરાના ગળામાં એક બોર્ડ લગાવ્યું હતું જેના (Punjab Crime News) પર લખ્યું હતું કે હું ચોર છું મારો ગુનો કબુલ કરું છું. આ ઘટના બહાદુર રોડ સ્થિત એકજ્યોત નગરની છે. લોકોએ ફેક્ટરી માલિકને રોકવાને બદલે પરિવારનો વિડીયો બનાવવાનો શરૂ કરી દીધો. કેટલાક યુવાનો તેનો મજાક ઉડાવતા પણ દેખાયા હતા.
એક પીડિતાના હોળી બાદ લગ્ન થનારા છે
જાણકારી અનુસાર આ મામલો લુધિયાણાના બહાદુર રોડ પર સ્થિત એક ગારમેન્ટ ફેક્ટરીનો જણાવવામાં આવી રહ્યો છે. અહીંયા પીડીતા છેલ્લા ત્રણ મહિનાથી કામ કરી રહી હતી. પીડિતાની દીકરીના હોળી બાગ લગ્ન થવાના હતા.
જાણો શું છે આખો મામલો?
જાણકારી અનુસાર ફેક્ટરીમાં કામ કરનાર યુવકએ પહેલા ફેક્ટરીમાં કપડાની ચોરી કરી અને ચોરી કરેલો માલ પોતાની સાથે કામ કરનારી અન્ય મહિલાઓને એ કહીને વેચી દીધો કે આ માલ તે ફેક્ટરીમાંથી ખરીદીને લાવ્યો છે અને જ્યારે આ ચોરીની ખબર માલિકને પડી તો તેણે ચોરી કરનાર યુવક સહિત ત્રણ મહિલાઓને ચોરીના આરોપમાં મોઢું કાળું પડી અને હું ચોર છું એવી તકતી પહેરાવી શેરીઓમાં ફેરવ્યા હતા.
Ludhiana, Punjab: In Ludhiana, a mother and her three daughters were humiliated for allegedly stealing clothes from a factory. They were forced to wear ‘thief’ posters, their faces blackened, and a viral video sparked outrage pic.twitter.com/B2ja2OBbOQ
— IANS (@ians_india) January 22, 2025
ફેક્ટરી માલિક સહિત ત્રણ આરોપીની ધરપક
આ ઘટનાનો વિડીયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો પોલીસ પણ હરકતમાં આવી અને આ મામલે ગંભીરતા દાખવતા કેસ નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓને પોલીસે જેલ ભેગા કર્યા છે.
પોલીસે આપી જાણકારી
પોલીસ કમિશનર શુભમ અગ્રવાલએ કહ્યું કે ફેક્ટરીના માલિકને શક હતો કે મહિલા અને તેની દીકરીઓ ચોરી કરે છે. તેને પાઠ ભણાવવા માટે તેનું મોઢું કાળું કર્યું અને હું ચોર છું મારો ગુનો કબૂલ કરું છું એવી તકતીઓ ગળામાં લટકાડી સમગ્ર વિસ્તારમાં ફેરવ્યા હતા. આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી તપાસ ચાલી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App