ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરિયા પર થયો હિંચકારો હુમલો- જાણો શું છે સમગ્ર મામલો?

ગુજરાત(Gujarat): જાણીતી લોકગાયિકા(Folk singer) કાજલ મહેરિયા(Kajal Maheriya) ઉપર હુમલાની ઘટના સામે આવી છે. પાટણ(Patan)ના ધારપુર(Dharpur) ગામે યોજવામાં આવેલા કાર્યક્રમમાં તેમના પર હુમલો કરવામાં આવ્યો છે.…

ગુજરાત(Gujarat): જાણીતી લોકગાયિકા(Folk singer) કાજલ મહેરિયા(Kajal Maheriya) ઉપર હુમલાની ઘટના સામે આવી છે. પાટણ(Patan)ના ધારપુર(Dharpur) ગામે યોજવામાં આવેલા કાર્યક્રમમાં તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. જેને કારણે ઈજાગ્રસ્ત લોયગાયિકા કાજલ મહેરિયા ને સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, દિગડી ગામના રમુ દેસાઈએ અન્ય 4 શખ્સો સાથે મળીને જૂની અદાવતમાં હુમલો કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

દિગડી ગામના રમુ દેસાઇએ હુમલો કર્યો હોવાનો આરોપ:
સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર પાટણના ધારપુરમાં લોકગાયિકા કાજલ મહેરિયાની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન લોકગાયિકા કાજલ મહેરિયા પર અજાણ્યા શખ્સો દ્વારા હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો.

લોકગાયિકા કાજલ મહેરિયા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ હુમલો જૂની અદાવતને ધ્યાનમાં લઈને દિગડી ગામના રમુ દેસાઈએ અન્ય 4 શખ્સો સાથે મળીને કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાજલ મહેરિયા પર કરવામાં આવેલા હુમલામાં કાર્યક્રમના આયોજકોને પણ નાની-મોટી ઈજા પહોંચી હતી અને સાથે લોકગાયિકાની ગાડીને પણ નુકસાન પહોંચ્યું હતું.

લોકગાયિકા કાજલ મહેરિયાએ ફરિયાદ નોંધાવી:
આ હુમલા પછી કાજલ મહેરિયાએ પાટણના બાલીસણા પોલીસ મથક ખાતે હુમલાખોર રમુ દેસાઈ સહિત અન્ય 4 શખ્સો સામે ફરિયાદ નોધાતાં બાલીસણા પોલીસે ફરિયાદના આધારે વધુમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *